________________
૧૭ર
જ નહિ પણ તમારા નિગદથી આગળ વધ્યા પછી જે જે સુખનાં સાધને અનેક જન્મમાં મળ્યાં હતાં તે સર્વનું કારણ પણ પુણ્યદય જ છે. - ગુણધારણ કહે છે, પ્રભુ ! જે પુણ્યદય મારી સાથે આગળ પણ હતું તે મને અનેક જન્મમાં વચમાં દુઃખ શા કારણથી પ્રાપ્ત થયાં? આ દુઃખનું કારણ પાદિય–ગુરૂશ્રીએ જણાવ્યું કે, રાજન ! તમે જ્યારે અસંવ્યવહાર નગરમાં હતા, ત્યારે સંસારી જીવ તમારું નામ આપવામાં આવ્યું હતું. તમારી ચિત્તવૃત્તિમાં અનાદિકાળથી અંતરંગ રાજ્ય ચાલુ જ હતું. તે રાજ્યમાં ચારિત્રધર્મ રાજાનું એક લશ્કર અને બીજું મહામહ રાજાનું હતું. તેઓ એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવના હોવાથી પ્રતિપક્ષી તરીકે રહેલા છે. કર્મ પરિણામને મહામહ તરફ વધારે લાગણી છે, કેમકે તે બન્ને એક જ જાતિના છે. છતાં કર્મ પરિણામ તમારી આત્મશક્તિ તરફ ધ્યાન આપ્યા કરે છે, અને પિતાની સમદષ્ટિ બને લશ્કરે તરફ છે એમ દેખાવ કર્યા કરે છે, છતાં જેનું જોર વધારે હોય તે તરફ મદદ આપ્યા કરે છે. તેને બે સેનાપતિ છે એક પુણ્યદય, બીજે પાદિય. જેની હમણાં વાત ચાલતી હતી તે જ પુણ્યોદય છે. બીજે પાદિય સેનાપતિ ભયંકર સ્વભાવને અને તમારા તરફ વિરોધ રાખનારે છે. કર્મપરિણામના લશ્કરને જે એક ભાગ ભયંકર, ક્રૂર અને તમારા તરફ દુશ્મનતા રાખનારે છે