________________
૧૭૫
રાખીને બધા શુભાશુભાદિમાં કારણરૂપે થાય છે. ખરી રીતે તે તમારાં શુભાશુભ પરિણામ એજ સુખદુઃખમાં કારણરૂપ છે, એટલે જીવની યોગ્યતા જ સારી કે નઠારી વસ્તુની પ્રાપ્તિમાં કારણ છે. અનાદિકાળથી જીવમાં કાંઈને કાંઈ
ગ્યતા રહેલી જ છે, જેને લઈને આવા પ્રકારનો પ્રપંચ જીવને પ્રાપ્ત થાય છે. જે જીવમાં તેવી સારી કે નઠારી
ગ્યતા ન હોય તે ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં કર્મપરિણુમાદિ બીચારા કાંઈ પણ કરી શકતા નથી, માટે જીવને પ્રાપ્ત થનારા સારા કે નઠારા કાર્યમાં આત્મા જ મુખ્ય કારણ રૂપ છે.
ગુણધારણુ–સંસારી જીવે ગુરૂશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ! મારા શુભાશુભાદિ કાર્યને અંગે બીજા કોઈ કારણે જણાવવાનાં બાકી રહેતાં હોય તે તે જણાવવા કૃપા કરશે.
બીજા કારણે આજ્ઞાની આરાધતા અને વિરાધકતા-ગુરૂદેવે જણાવ્યું કે, રાજન! પ્રભુ આજ્ઞાની આરાધકતા તથા વિરાધકતા પણું જીવન સુખદુઃખમાં કારણરૂપ છે, તે વાત જરા વિસ્તારથી સમજાવું છું.
આનંદના સમૂહથી પૂર્ણ અને જન્મ, જરા, મરણ રોગશેકાદિ રહિત નિવૃત્તિ–મેક્ષ નામની નગરી છે. ત્યાં અનંતશક્તિવાન, સર્વજ્ઞ, સર્વદશ, આનંદ સ્વરૂપ સુસ્થિત નામના પરમેશ્વર રહે છે. તે વિશ્વના સારાં કે નઠારાં બધાં કાર્યનું કારણ છે, તે અનેક છતાં સ્વરૂપે એકરૂપ, અનંતશક્તિવાન પરમાત્મા કહેવાય છે. તત્ત્વને જાણનાર મહાત્માએ