________________
૧૬૯
તેને બરાબર આદર કરજો. ગુણધારણ કુમાર વિગેરે ખુશી થતા ગુરૂને વંદન કરી રાજભુવનમાં ગયા. મુનિશ્રીએ વિહાર કર્યો. થોડા વખતમાં મધુવારણ રાજાએ સમાધિ મરણે દેહ છે. સામંત પ્રધાનાદિએ મળીને ગુણધારણ કુમારને રાજ્યને અભિષેક કરી રાજા બનાવ્યો.
નિર્મળાચાર્ય કેવલી એક દિવસ આલ્હાદમંદિર ઉદ્યાનમાં કેવલજ્ઞાની ગુરૂ પધાર્યા. સેવકે વધામણી આપી, ગુણધારણ રાજાને બહુ આનંદ થયે. પિતાના પરિવારને સાથે લઈ તેને વંદન કરવા ગયે. અનેક મુનિઓ, દેવ, અને વિદ્યાધરેથી પરિવરેલા, સુર્વણ કમળપર બેઠેલા ગુરૂ મહારાજને દેખીને રાજાના રોમેરોમમાં આનંદ ઉલ. વંદન કરીને સર્વે ધર્મોપદેશ સાંભળવા સન્મુખ બેઠા.
ગુરૂ મહારાજે સાંસારિક સુખની અનિત્યતા બતાવતાં જણાવ્યું કે, સાચું સુખ ગ્રહણ કરવામાં નથી પણ ત્યાગમાં છે. ધન્ય છે તેઓને કે, જેઓ સર્વસ્વ ત્યાગ કરીને આત્માની સન્મુખ થયા છે. સંસારના કેઈ પણ પદાર્થ ઉપર જેને પૃહા રહી નથી તેઓ સાચા સંતેષી હોવાથી સદા સુખી છે. જેઓ નિરંતર આત્માના ધ્યાનમાં મસ્ત રહે છે, સમતારૂપ અમૃતનું પાન કરે છે, સર્વ સંગથી અલગ અને અલિપ્ત રહે છે, જેમને અહંભાવ નાશ પામે છે, અને અંતઃકરણ નિર્મળ બન્યું છે, તેવા સાધુ પુરૂષ દેહમાં રહેવા છતાં પણ સુખી છે. બાકી કોઈ