________________
૧૬૫
જણાવ્યું, પ્રભુ ! હજી થોડે વખત પસાર કરવાની જરૂર છે, કારણ કે તેના પાસે તેના બે મિત્રો એક પુદય અને બીજો સાતોદય હજી વધારે વખત રહેવાના છે. તેઓ તેના ઉપર બહુજ પ્રીતિ ધરાવે છે તેથી સંસારી જીવને ભેગ ફળ તે બહુ આપશે. પદયને લીધે શબ્દાદિ વિષ તેને ઘણુ ભેગવવાના છે, તેથી તે બને તેને ગૃહસ્થાશ્રમને ત્યાગ કરવા નહિદે તેમજ સંસારી જીવ શબ્દાદિ સ્થળ વિષને સુખનાં કારણે સમજે છે તેથી વિદ્યા કન્યા તેને હાલ ઉપગી નથી. છતાં પુદય તેને અનુકૂળ હોવાથી અને સદાગમ અને સેનાપતિ પાસે હોવાથી સાતોદય તેને વિષમાં આસક્ત કરી શકશે નહિ, માટે હાલ તરતમાં ગૃહિધર્મ કુમારને તેની સદગુણરક્તતા રાણીની સાથે મોકલી આપો એગ્ય છે. કેમકે અત્યારનો વખત તેને જ ત્યાં કામ કરવા માટે લાયક છે, અને સંસારી જીવ તેને તરત સ્વીકાર કરશે. ગૃહી ધર્મ કુમારના તથા સદ્ગુણરક્તતાના ત્યાં જવાથી મહામહાદિ વિશેષ પાતળા પડશે, તે લેકેને ત્રાસ થશે, ચિત્તવૃત્તિ અટવી વધારે ઉજવળ બનશે, ગૃહિધર્મકુમાર તે સંસારી જીવ ને આપણા તરફ લાગણીવાળે અને દર્શનની ઈચ્છાવાળ બનાવશે. તેનાં કર્મો પાતળાં પડશે તેથી તેને વધારે સંતોષ અને શાંતિ મળશે. સંસાર પરિભ્રમણનો ભય પણ તેને ઓછો થશે.
- ભાવથી ગૃહિધર્મ જેને પ્રાપ્ત થાય છે તેનામાં ચાર