________________
રહેવા લાગ્યું. તેને લઈને વ્યવહારિક સુખ પ્રાપ્ત કરવાની તેની ચોગ્યતામાં ઘણું વધારે થે.
આ વખતે રાણું મદનમંજરીએ તથા મિત્ર કુલધરે પણ સદાગમ તથા સમ્યગ્રદર્શનને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ત્રણે જણને ધર્મની વિશેષ રુચિ થયેલી જાણીને તે મુનિએ ધર્મને આદર કરાવવા વિશેષ પ્રકારે ધર્મદેશના આપવા
માંડી.
મહામેતાદિની દુર્બળતા–આ વખતે ચિત્તવૃત્તિ અટવીમાં જે ઘેરો ઘાલીને-થાણું જમાવીને મહામહાદિ રહ્યા હતા તેઓ એકદમ દુર્બળ-પાતળા પડવા લાગ્યા, નરમ થયા અને પ્રજતા ધ્રુજતા તે સ્થાનને છેડી દઈ ઘેરે ઉઠાવીને દૂર જઈ બેઠા.
આ તરફ ચારિત્રધર્મરાજદિ પણ સાવધાન હતા. આવી સ્થિતિથી સંતોષ પામી ચારિત્રધર્મરાજાએ પ્રધાનને જણાવ્યું કે સાધ! આ દુર્લભ પ્રસંગ સભાગ્યે પ્રાપ્ત થયો છે, આ અનુકૂળતાને લાભ લઈ તમે વિદ્યાપુત્રીને સાથે લઈ સંસારી જીવ ગુણધારણ કુમાર જે કંદમુનિની પાસે ધર્મ સાંભળે છે ત્યાં પહોંચી જાઓ.–કેમકે ચિત્તવૃત્તિ અટવી અત્યારે ઉજવળ થઈ છે, દુમને ઘેરે ઉપાડી દૂર ગયા છે તે કર્મ પરિણામ રાજાને પૂછીને તેઓ રજા આપે તે જરૂર તે વિદ્યાકન્યાને સ્વીકાર કરશે.
બુદ્ધિમાન પ્રધાને આ વાત ઉપર ખુબ વિચાર કરી