________________
પુરવાળી દેલક્રીડા પુરી
પહેરવાનાં ઉત્તમ વસ્ત્ર, મુગટ, કુંડલ, હાર, બાજુબંધાદિ અલંકારે, સુગંધી વિલેપન, ન કરમાય તેવી કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓ, અનુકુળ દેવાંગનાઓ અદ્દભૂત રૂપના સૌંદર્યવાળી દેવીઓ, વિહાર માટેનાં સુંદર ઉપવનો, કલ્પવૃક્ષની પંક્તિઓ, જલક્રીડા કરવાની મનહર વા, વિનીત પરિવાર, આ સર્વ સાતેદય અને પદયે ત્યાં હાજર કર્યું. આત્મભાન ભૂલવા માટે અને મેહમાં ફસાવવા માટે આ બધું પુરતું હતું, છતાં સદાગમ અને સમ્યગદર્શન તેની પાસે હોવાથી મહામહ તેને વિશેષ હેરાન ન કરી શકે.
દેવની શક્તિ અગાધ હોય છે, તેમ જ પિતાનો વિકાસ કરવાનાં તથા પતિત થવાનાં અનુકૂળ તથા પ્રતિકૂળ સાધને પણ અહીં ઘણાં હોય છે. તે ધારે તે તીર્થકર દેવની પાસે મનુષ્ય ક્ષેત્રમાં આવીને ધર્મ સાંભળી શકે છે.
ગ્ય ધર્મિષ્ટ જીવને સહાય પણ કરી શકે છે. તીર્થકર દેવેન જન્મકલ્યાણક, દિક્ષાકલ્યાણક, કેવલજ્ઞાન અને નિર્વાણના પ્રસંગે જઈને અનેક પ્રકારે સેવાભક્તિ કરી શકે છે. તેમનું પૂજન, સ્મરણ અને ગુણગાન કરીને તેઓ દેવભૂમિમાં પણ આગળ વધવાની તૈયારી કરી શકે છે, પણ એવી લાગણી તો ઘણા જ નિકટ ભવી જીવને જ હોય છે, બાકી તે નંદન જેવાં વનમાં દેવાંગનાઓ સાથે વિહાર, નિર્મળ સરોવરમાં જલક્રીડા, દેવીઓ સાથેના અનંગ વિલાસ અને તેવા જ પ્રમાદમાં પુન્ય ધન હારીને–ભેગવીને પાછા હતા તેવા થઈને પૃથ્વી ઉપર પાછા ફરે છે.