________________
૧૦૫ એવી પ્રતાપી છે કે તે બાઈ જેના સામે પ્રેમથી જીવે છે તે જીવ ઘણે પવિત્ર કહેવાય છે. તે કન્યા સ્થળ આનંદથી –વિષયોથી દૂર રહેનારી છે. મોટા યોગીએ પણ તેને નમસ્કાર કરે છે. તે કન્યા અનંતશક્તિને આપનારી છે. ધનશેખરને જે હાલ મિત્ર થઈને રહે છે અને જેને મિથુન નામથી ઓળખવામાં આવે છે તેની તે દુશ્મન છે અને તેને નાશ તેના હાથેજ થઈ શકે તેમ છે. બ્રહ્મરતિ અને મૈથુનને સ્વાભાવિક જ શત્રુતા છે. જ્યાં બ્રહ્મરતિ હોય ત્યાં તે મૈથુન ટકી કે જીવી શક્તા જ નથી.
બીજી મુક્તતા કન્યા છે તે પણ સર્વ ગુણનું મંદિર છે, અને દોષનો નાશ કરનારી હેવાથી સાગરની સાથે સ્વાભાવિકજ શત્રુતા ધરાવે છે. જ્યાં આ કન્યાને તે સાગર જુવે છે ત્યાંથી તે એકદમ જીવ લઈને નાશી જ જાય છે.
આ બન્ને કન્યાએ જ્યારે ધનશેખર સાથે લગ્ન કરશે ત્યારે તે તેનાથી–પાપી મિત્રોથી છુટ થશે. કેમકે જ્યાં બ્રહ્મચર્ય અને સર્વસ્વ ત્યાગ હોય ત્યાં મૈથુન અને પરિ ગ્રહ ટકી શકે જ નહિ.
હરિકુમારે ફરી પૂછ્યું પ્રભુ! આ કન્યાઓ ધનશેખર કેવી રીતે મેળવી શકશે? ગુરૂશ્રીએ જણાવ્યું. કર્મ પરિણામ રાજા અને કાલપરિણતિ દેવી, તેઓ બને ભવિષ્યમાં તેને પ્રસન્ન થશે ત્યારે તેના હાથ નીચેના