________________
૫૫
પણ સદાગમની મહેનતથી હમણાં તે આપણા તરફ લાગણી ધરાવતા થયા છે, માટે મહારાજા ! આ અવસર ચુકવા જેવે નથી. આ હકીકત સાંભળી ચરિત્રધર્માં રાજા પ્રધાનના વિચારને અનુકૂળ થયા અને સંસારી જીવને પેાતાના તાબામાં લેવા સેનાપતિને રજા આપી.
સેનાપતિએ પ્રધાનને જણાવ્યું કે આપની આજ્ઞા હોય તે। આપની વિદ્યા-અધ્યાત્મજ્ઞાન નામની પુત્રીને સ'સારી જીવને ભેટ આપવા માટે સાથે લેતેા જાઉ', તેથી સંસારી જીવ સાષ પામશે અને તેનુ' આપણા તરફ સારૂ ખેચાણ થશે.
સોષે જણાવ્યું. સેનાપતિજી ! અત્યારે વિદ્યાને સાથે લઈ જવાને કે તેને આપવામાં લાભ નથી. સંસારી જીવ હજી ભાળેા છે, દૃઢ નિશ્ચયવાળા નથી તેથી તે તેને બરાબર એળખી શકશે નહિ.
સમ્યગૂદન ખરાખર પરિણમ્યા વિના આત્મખેાધઆત્મવિદ્યા-સૂક્ષ્મબાધ જીવને ઉપયેગી થતા નથી. એટલે સોય પ્રધાન તેના ઉત્તમ જ્ઞાન માટે આ સંસારી જીવની લાયકાત અત્યારે નથી તેમ જણાવે છે.
પ્રધાન કહે છે કે સંસારી જીવ જ્યાં સુધી તમારૂં -સમ્યગ્દર્શનનું તાત્ત્વિક સ્વરૂપ સમજીને બરાબર ધારણ ન કરે ત્યાં સુધી તેને વિદ્યા કન્યા ન અપાય. જે ઉતાવળ કે મૂર્ખાઈ કરીને વિદ્યા કન્યા તેને આપશે તે તેની તે અવજ્ઞા કરશે.