________________
૧૫૩
ત્યારે દેહાદિના શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્ધાદિ ગુણ જડ છે. આ જડ–પુદ્ગલિક પદાર્થમાં આત્મભાન ભૂલી જીવ રાગ દ્વેષ કરે છે, તેથી શુભાશુભ કર્મનું આવવું થાય છે, તેને લઈને આત્મા કર્મોથી બંધાય છે, બંધાવાથી પિતાની સ્વતંત્રતા જીવ ગુમાવી બેસે છે. આ કર્મોને આત્મભાનમાં આત્મઉપગે સ્થિર થવાથી અટકાવી શકાય છે. આવતાં કર્મ અટકાવવાનું વિશેષ વખત ચાલુ રહેતાં આત્મા નિર્મળ થાય છે અને પૂર્વનાં. બંધન ઢીલાં પડી જઈ આત્મ પ્રદેશથી છુટાં પડે છે. બધાં કર્મો આત્મપ્રદેશથી છુટાં પડી જાય તેને મેક્ષ કહે છે. આ તત્વજ્ઞાન દઢ કરવા માટે જ્ઞાની પુરૂષોને સમાગમ કરે બહુજ હિતકારી છે. વારંવાર તેમને ઉપદેશ સાંભળ, પુન્યનાં કાર્યો કરવાનું ચાલુ રાખવું. કેમકે પુન્ય આત્માને આગળ વધવામાં મદદગાર વળાવા જેવું ઉપાગી સાધન છે. અંતઃકરણને ખુબ નિર્મળ કરવું વચન ઉપર કાબુ રાખી વાપૂજાળને ત્યાગ કરે. રાગદ્વેષ મેહના સમુદાયને ઓળખો, દુર્જનને સંગ ન કરે. મહાન પુરૂષોના જીવન સાથે તમારા જીવનને સરખાવી તેમના જેવા થવા પ્રયત્ન કરવો.
આ તમારૂં કર્તવ્ય છે. ગુરૂશ્રીને ઉપદેશ વિરેચનના હૃદયમાં ઠર્યો ગુરૂ ઉપર પ્રેમ વધે. આ સદાગમની બતથી જ્ઞાનના અભ્યાસથી તેના પરિણામ નિર્મળ થયા, સંસારી જીવ વિરોચનની ચિત્તવૃત્તિ તેથી નિર્મળ થઈ પ્રકાશવા લાગી.
આ તરફ સમ્યગદર્શનાદિ ચારિત્રધર્મના સેનાનીઓ