________________
૧૫
લડાઈએ કરી રૌદ્ર ધ્યાને નરકાવાસમાં ગયો, ત્યાંથી પશુઓમાં આવ્ય, વિવિધ જાતિઓમાં રખડે, પાછે મનુષ્ય થ, દેવ થયે પાછે મનુષ્ય થયે આમ અનેક જન્મજન્માંત્તરે કરતાં વિષયમાં ફસાયે, રસાસ્વાદમાં લેભાગે સુગંધી પદાર્થો તરફ આકર્ષાયે, સુંદર રૂપમાં મુંઝાયે, મધુર શબ્દોમાં મેહ્મો, એ બધું મળ્યું અને ગયું પણ સાચા સદગુરૂનો સમાગમ ન થે, થયે તો તેને ઓળખ્યા નહિ ઓળખ્યા તે તેમના કહેવા પ્રમાણે ચાલ્યા નહિં. ત વિક વિરતિ ન મળી, તેના અભાવે સત્ય સુખથી તે વંચિત જ રહ્યો.
કઈ ભવમાં દ્રવ્યથી શ્રાવક થયે, કેઈ વખતે મુનિ થ, પણ તાત્વિક બેધના અભાવે વ્યંતરમાં. તિષિમાં કે ભુવનપતિમાં ગયો અને તે દ્રવ્ય ક્રિયાનું પુન્ય પુરૂં થતાં પાછો નીચે આવ્યું. આમ અનેક જન્મના અંતે જનમદિર નગરમાં આનંદ નામના ગૃહસ્થની નંદિની સ્ત્રીના ઉદરથી વિરેચન નામના પુત્રપણે જ. યુવાવસ્થા પામ્યા બાદ એક વખત નગરની બહાર આવેલા ચિત્તનંદન વનમાં ફરવા ગયે, ત્યાં ધર્મશેષ નામના આચાર્ય તેના જેવામાં આવ્યા. આ વખતે તેના કર્મની સ્થિતિ ઘણી પાતળી પડી હતી, તેને લઈને મહામહાદિ ભાવશત્રુઓનું જોર ઓછું થયું હતું, તેથી ગુરૂને દેખીને તેને આનંદ થયે. તેમને નમન કરીને સન્મુખ બેઠે. ભદ્રિક પરિણામ જાણીને ગુરૂશ્રીએ ધર્મને બોધ આપે.