________________
ઉપર વિશ્વના-પદાર્થોની અનિત્યતા, સંબંધની અનિયમિતતા, વિવિધ સ્થાનમાં જીવને જન્મવાપણું, સુખદુઃખ એકલાને ભેગવવાનું, ધર્મ વિના જીવની અનાથતા-અશરણુતા, દેહ આત્માની ભિન્નતા ઈત્યાદિની ઘણી સારી સમજ આચાર્ય શ્રીએ આપી. તે સાંભળીને તે સંસારીજીવના આનંદને પાર ન રહ્ય, તેનાં મમ ખડાં થવા લાગ્યાં, ગુરૂનાં વચન
મેરેમે પરિણમ્યાં, અંતરની રૂચિ જાગૃત થઈ. આ વખતે સંસારી જીવ વિરોચનને સદાગમને ફરી સમાગમ થયે. તેણે ગુરૂદેવને ફરી વિનંતી કરી, હે પ્રભુ! મારૂ કર્તવ્ય શું છે તે મને સમજાવે.
ગુરૂશ્રીએ કહ્યું કે વિરોચન ! તમારે આ ભવનાટક કરવાનું બંધ કરવું, વીતરાગ પરમાત્માની આરાધના કરવી, તે પ્રભુના માર્ગે ચાલનારા સાધુઓની સેવા ભક્તિ કરવી. તત્વજ્ઞાન મેળવવું. તમે શરીર નથી પણ આત્મા છે. જે આ દેખાય છે તે શરીર, આત્માથી જુદું છે. શરીર વૃદ્ધિ હની પામે છે પણ તે બન્ને વૃદ્ધિ હાનીને જેનારે જાણનારે આત્મા તેનાથી જુદો છે. ઇદ્રિ તથા મન પણ આત્માથી જુદાં છે. ઈન્દ્રિયોથી જોયેલા કે સાંભળેલા અનુભવેનું જ્ઞાન ઈન્દ્રિયેના નાશ પામવા પછી પણ સાંભરે છે, તે જેને સાંભરે છે તે આત્મા છે. મન કેટલીક વખત અશાંત હોય છે–વિકલપ કરે છે, કેઈવખતે આનંદમાં હોય છે, આ બને મનની અવસ્થાને જાણનાર આત્મા તે મનથી જુદે છે. આત્માને જ્ઞાતા દૃષ્ટા ગુણ છે,