________________
૧૧૬
વસ્તુતત્વ શું છે! અને અત્યારે શું કાર્ય કરવું યોગ્ય છે એ વિષેને ઉંડો વિચાર કરી બોલ્યો કે, મહારાજા! સ... યગદર્શન સેનાપતિએ ઘણી સારી હકીકત કહી છે, તેથી આ બાબતમાં મારે વિરૂદ્ધ બોલવું એ ઠીક નથી લાગતું. છતાં આપને મારા તરફ બહુમાન છે, પ્રસંગોપાત મારી સલાહ માંગે છે તેથી કાંઈક બેલવાની ઈચ્છા કરું છું.
સમ્યગદર્શનને ઉદ્દેશીને પ્રધાને જણાવ્યું. ભાઈ સેના પતિ! તમારું પ્રબળ તેજ, વાણું ઉપરને મજબુત કાબુ અને સ્વામિ તરફ પ્રશંસવા ગ્ય ભક્તિ એ સર્વ વખાણવા લાયક છે, ખરી લાગણુંવાળે શત્રુ તરફને પરાભવ સહન ન કરી શકે તે ચોગ્ય છે. વળી મહામે હાદિ ઘણું દુષ્ટ છે, તેને નાશ અવશ્ય કરેજ જોઈએ, એમાં જરા પણ શંકા જેવું નથી. આપણુ મહારાજાના સેવકે પરાક્રમી છે એટલું જ નહિ પણ આપણા પરિવારમાં સ્ત્રીઓ પણ યુદ્ધમાં ઉતરી દુશ્મનને નાશ કરે તેવી છે. આ સર્વ હકીક્ત છતાં ડાહ્યો માણસ વખત વિના કોઈપણ કાર્યને આરંભ કરતા નથી, કેમકે નીતિ અને પુરૂષાર્થ ખરા અવસરે જ કાર્ય સાધી શકે છે, અવસર વિના કરાચેલે પ્રયત્ન નિષ્ફળ નિવડે છે. - આપ તથા મહારાજા બને નીતિના જાણકાર છે, છતાં મુદ્દાની થેડી વાત મારે આપને જણાવવી જોઈએ તેમ ધારીને કહું છું કે, માણસ ગમે તેવા શાસ્ત્રને જાણકાર હોય છતાં પિતાની અવસ્થા બરાબર જાણતું ન હોય તે આંધળાની આગળ આરિસે ધરવાની માફક તેને પ્રયાસ