________________
૧૧૭
નિષ્ફળ નિવડે છે. વખત વિના જે વસ્તુ અસાધ્ય જેવી લાગતી હેાય તે મેળવવા પ્રયત્ન કરનાર વિશ્વમાં હાંસી પાત્ર થાય છે અને તે સાથે તેના તથા તેના આશ્રિતાના સર્વથા નાશ થાય છે.
સેનાપતિજી ! તમે જે કામ આદરવા ધારેા છે તેનાં મૂળ તે પ્રથમથીજ નાશ પામેલાં છે, એટલે તમારે યુદ્ધ કરી દુશ્મનને જીતવાનેા ગમે તેટલા ઉત્સાહ હશે તે પણ તે કામે લાગવાના નથી. આપને ખખરજ હશે કે આ આખુ ભવચક્ર, આપણે અને પેલા બળવાન મહામાહાદિ શત્રુએ તથા ક પરિણામ મહારાજા એ સ` પેલા સંસારી જીવ પ્રિયમ –મહાત્માના તાબામાં છીએ, તેના ઉપર આધાર રાખનારા છીએ, આ આખી ચિત્તવૃત્તિ અટવી તે સ’સારી જીવના તાબામાં છે. તે સંસારી જીવ ખીચારા અત્યારે મારા તમારા જેવા મદદગારના નામે પણ જાણત નથી, મહામાહાદિ દુશ્મનાને પેાતાના વ્હાલા સંબંધીએ માને છે, જો તેમ ન હેાય તે તે વિષયાભિલાષ તરફ લાગણી ધરાવે ખરા કે તેને પેાતાના મનમાં યાદ કરે કે? સ્થાન આપે ખરા કે? નહિ'જ.
મહામેાહ તથા આપણા બન્ને પક્ષમાં જે પક્ષ તરફ આ સ`સારી જીવના પક્ષપાત-લાગણી હાય છે તે પક્ષના લશ્કરને વિજય થાય છે, તેમાં જરા પણ શંકા જેવું નથી. કેમકે દરેક બાબતમાં મૂલ નાયક-વરરાજા તરીકે તે તેજ છે. આપણે તે વળાવીયા કે જાનૈયા જેવા છીએ. જો આમજ