________________
૧૨૫
આ ભયંકર યુદ્ધમાં સંસારી જીવની લાગણીઓ, વાસના વિગેરે કામનાથી ભરેલી હોવાથી, તથા જ્ઞાનના પ્રકાશને અભાવ હોવાથી, જ્ઞાન અને શુદ્ધવર્તનના અભાવે આત્માને બદલે માયા તરફ પ્રવૃત્તિ હોવાને કારણે, ચારિત્રધર્મના સુભટોએ હાર ખાધી, તેમણે ઘણે માર પડે, દુશ્મનોની ભયંકર ગર્જનાઓથી આખું લશ્કર ધ્રુજી ઉઠ્યું. આમ ચારિત્રધર્મ રાજા ઉપર બળવાન મહામે હે વિજ્ય મેળવ્યું. તેમના સૈન્યમાં ભંગાણ પડ્યું એટલે તેઓ ભાગીને પિતાના સ્થાનમાં ભરાઈ બેઠા. મહામહને સેનાપતિ ગરવા કરતા તેની પાછળ પડયો, અને તે ચારિત્રધર્માદિને તેના સૈન્ય સાથે ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા. છેવટે મહામેહનું રાજ્ય વિશ્વમાં જીવની ચિત્તવૃત્તિમાં ફેલાયું અને ચારિત્રધર્મનું બધું સૈન્ય ચિત્તવૃત્તિ અટવીની અંદર ઘેરામાં સપડાઈ ગયું.
પ્રિયબંધુ–સંસારી જીવ આમ દ્રવ્યથી સાધુ થયે પણ તાત્વિકજ્ઞાન, આત્માનું શુદ્ધ લક્ષ અને વાસના વિનાનું જીવન એ વિગેરે સાધને તેની પાસે ન હોવાથી તેનું બાહ્યજીવન અને વ્યવહારિક ક્રિયાઓ મહામહના સૈન્યની સામે ટક્કર ઝીલી ન શકી. આમ તારિવજ્ઞાન જે સધ રૂપે છે તે અને નિર્મોહી જીવનના અભાવે દ્રવ્ય ચારિત્રવાળું જીવન પુરૂં કરીને પ્રિયબંધુ વ્યંતરની જાતિમાં હલકા દેવ પણે ઉત્પન્ન થયે. "