________________
- ૧૪૬
તે વધારેને વધારે નીચા ઉતરતા જાય છે. આંધળા આગળ આરસી અને હેરા આગળ ગીત ગાવાની માફક તેની આગળ ઉપદેશ આપવાનું પરિણામ આવે છે, માટે તમે તમારા ધર્મ ધ્યાનમાં વિદન આવવા ન દે. તેની પાસે જવામાં લાભ કરતાં હાની વધારે છે.
અકલંક મુનિએ નમ્રતાથી જણાવ્યું, ગુરૂદેવ ! આપનું કહેવું છે. આટલી પ્રેરણા કરી માર્ગે ચઢાવનાર મળતા છતાં વારંવાર તેને તે દુરૂપયેાગ કરે છે અને મહામહ તથા પરિગ્રહના પાશમાં સપડાય છે, તે પછી પિતાની મેળે જાગૃત થવાની વાત તો દૂર જ રહે છે. પ્રભુ ! ઘનવાહન આ બન્ને મહામહ તથા પરિગ્રહના પાશમાંથી કયારે છુટી શકશે?
વિદ્યાકુમારી અને નિરીહતાદેવી કેવિદાચાર્યું જણાવ્યું કે, અકલંક મુનિ! સમ્યગદર્શન સેનાપતિએ ચારિત્રધર્મરાજાની પ્રેરણાથી પિતાની શક્તિ વડે એક વિદ્યા આત્મવિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે, તે કન્યા જગતને આનંદ ઉત્પન્ન કરનારી છે, વસ્તુતત્વના રહસ્યને સમજનારી છે, સર્વ આત્મિક સંપત્તિઓનું મૂળ છે, કલેશને નાશ કરનારી છે, અને મુનિઓને પણ વલ્લભ છે. એ કન્યા સાથે ઘનવાહન-સંસારી જીવ લગ્ન કરશે ત્યારે તેને મહામેહના પાશમાંથી છુટકારો થશે. આત્મવિદ્યા પ્રાપ્ત થયા વિના મહામહના પાશમાંથી જીવને છુટકારો કઈ રીતે થઈ શકતે નથી એ કહેવાને આશયગુરૂશ્રીને છે.