________________
૧૪૪
તેમ થતાંજ તેના મનમાં અનેક કુવિક થવા લાગ્યા કે, આ મારૂં દ્રવ્ય ખરચી નંખાવવાનું કારણ જ આ અકલંક મુનિ છે, માટે ગમે તે રીતે તેને હવે અહીંથી વિદાય કરવા જોઈએ, જેથી પૈસાને નિરર્થક ખરચ થતો અટકે. આવા વિચારો કરી રાજા ઘનવાહન અકલંક મુનિ પાસે આવીને માયાની પ્રેરણાથી-કપટથી કહેવા લાગે કે પ્રભુ! આપ મારા બહુ ઉપકારી છે, આપે મારા ઉપર બહુ કૃપા કરી અને મને શેકમાંથી બચાવ્યું છે. આપના નિયમ પ્રમાણે માસકલ્પ પુરે થયે છે. કદાચ મારી પાસે વધારે રોકાવાથી આપને આપના ગુરૂ શ્રી તરફથી ઠપકો મળશે, માટે આપ વળી કઈ પ્રસંગે દર્શનને લાભ આપશે, અને હું આપના કહેવા પ્રમાણે હવેથી વર્તત કરીશ. આપ ચિંતા ન કરશે. ઈત્યાદિ સમજાવીને અકલંક મુનિને ત્યાંથી વિહાર કરાવ્યું, એટલે તેઓ ત્યાંથી નીકળીને પિતાના ગુરૂશ્રી પાસે આવ્યા.
અકલંક મુનિના જવા પછી પરિગ્રહમાં વિશેષ આસક્ત થઈ ઘનવાહને ધર્મમાગે ધન ખરચવાનું બંધ કરી દીધું. આત્મિક ગુણે પ્રગટાવવા તે દૂર રહ્યા પણ પુન્યને પિષવાને માર્ગ પણ બંધ કર્યો. મહામહ, પરિગ્રહ, લાભ, માયા અને કૃપણતા તેથી ખુશી થયાં. પરિગ્રહ લેભને કહે છે “ભાઈ ! તું ન આવ્યા હતા તે હું તે મરવા જ પડે હતો. તારાથી પણ બહેન કૃપતાએ મને વધારે જીવન આપ્યું છે, કેમકે તેની મહેનતથી જ ઘનવાહને ધર્મ માર્ગે વપરાતું ધન બંધ કરેલ છે અને માયાને પણ જે