________________
૧૭
બીજી ચારિત્રધર્મરાજાની નિરીહતાદેવી –ઈચ્છા ત્યાગ નામની ભદ્રિક કન્યા છે, તે વિરતિ દેવીની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલી છે, સમ્યગ્ગદર્શનને તે બહુ હાલી છે, સદબધ મંત્રીને ચારે હાથ તેના ઉપર છે, સંતોષે તેને ઉછેરીને મોટી કરી છે, તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થયેલી હોવાથી વિશ્વની માયાવી કોઈ પણ ચીજની તે ઈચ્છા કરતી જ નથી, ધનથી કે વિવિધ ભોગોથી તેને લલચાવી શકાય તેવી નથી, ત્રણે લેકના જીવને તે નમન કરવા ગ્ય છે. વિશ્વનાં સર્વ દુઃખ દૂર કરનારી છે, તે કન્યા જ્યારે ઘનવાહન પરણશે ત્યારે પેલો પરિગ્રહ તેનાથી છુટો પડશે. “ નિરીહતા એટલે સર્વ ઈચ્છાને ત્યાગ કર્યા વિના કોઈ પણ રીતે પરિગ્રહની તૃષ્ણા છુટી શકતી નથી. તે છુટવામાં ચારિત્ર પાળવું, વ્રત પચ્ચખાણ કરવાં, આત્મભાન જાગૃત રાખવું અને સંતષિત થવું. એમ એ ચારની મદદથી સર્વ ઈછાઓ છુટી શકે છે.” એ બતાવવાનો ગુરૂશ્રીનો આશય છે.
આ કન્યાનાં લગ્ન કરાવી આપવાનો અધિકાર કર્મપરિણામ રાજાને છે. સારાં કર્મ કરવાથી કર્મનું પરિણામ સારૂં આવે છે, જીવ જ્યારે સારાકર્મ કરે છે ત્યારે કર્મપરિણામ જીવને નિસ્પૃહ ઈચ્છાઓ રહિત બનાવે છે. તેને અહીં નિરીહતા કન્યાનું રૂપક આપેલ છે, તેથી જીવ પરિગ્રહના કબજામાંથી છુટો થાય છે. તે કન્યાને લાયક ઘનવાહન થશે ત્યારે તે આપશે, એમાં વચ્ચે કેાઈનું ડહાપણ કામ લાગે તેમ નથી. માટે