________________
૧૪૩
કેશરીની પુત્રી માયાએ જણાવ્યુ` કે પિતાજી! તેની સાથે મને જવાની રજા મળવી જોઈએ, કેમકે મારા વિના તે સાગર-લેાભ ઘડી ગણ રહી શકશે નહિ. રાકેશરીએ જણાવ્યું. બેટા ! તુ પણ ખુશીથી જા. તારી તે ત્યાં પ્રથમ જ જરૂર પડશે. સાથે કૃપણતાને પણ લેતી જા, કેમકે તે સાગરનું જીવન છે, માટે ભલે તે પણ તમારી સાથે આવે.
આ પ્રમાણે એક સુભટ અને બે સ્ત્રીઓ ત્યાંથી નીકળીને સિધી ઘનવાહનની પાસે આવી, તેને જોઇ મહામેહુ બહુ ખુશી થયે. કૃપણતાએ તે તરતજ ઘનવાહનના શરીરમાં પ્રવેશ કર્યાં પ્રવેશ થતાની સાથે જ તેના વિચારા અદ્દલાવા લાગ્યા. ઘનવાહન વિચારવા લાગ્યા કે વિશ્વમાં રહેલાં જેટલાં સુખનાં સાધના છે તે સર્વે પૈસાને આધિન છે.
'
આ પ્રત્યક્ષ દેખાતાં સુખનાં સાધનને ત્યાગ કરી-ખરચી નાખીને અષ્ટ સુખ-પરલેાકમાં મળવાના સુખને માટે મારે ઈચ્છા કરવી કે આશા રાખવી તે ચેાગ્ય છે કે કેમ ? આ અકલંક મુનિ તે ધન ખરચવા માટે નિત્ય પ્રેરણા કર્યાં કરે છે ને કહેછે કે “ ભાવસ્તવ આત્મિકગુણ પ્રગટ કરવાની ઈચ્છા હાય તે। હાલ તરત તારૂં ધન તું દ્રવ્યસ્તવ કરવામાં–પ્રભુની પૂજા, ઓચ્છવ, તી યાત્રાદિ કરવામાં ખરચ, તેથી તું આગળ વધી શકીશ. તેમના કહેવાથી મેં તે મા'માં આજ સુધી ઘણું દ્રવ્ય ખરચ્યું છે, હવે તે ખજાનેા ખાલી થઈ જશે. આ તે મેટી મુશ્કેલી આવી. આવા વિચારે તેને કરતા જોઈ ને કૃપણતા આનંદમાં આવીને તેને ભેટી પડી, તેની સાથે માયાએ પણ પુષ જોરથી આલિંગન કર્યું....