________________
૧૪૧
દર્શન આપ’ વિગેરે શબ્દો બેલી રડયા જ કરતો હતો. મહાત્મા અકલંક મુનિ તો આ સર્વ જોઈને મેહના મહાભ્યને વિચાર કર્યા કરતા હતા. છેવટે તેમણે ફરી બોધ આપવો શરૂ કર્યો કે ઘનવાહન ! તું આ નામર્દાઈ છેડી દે. તારા આત્માને યાદ કર. તારું એકાંત અહિત કરનારા મહામહ અને શોકને મૂકી દે. સદાગમને યાદ કર, તારે દુશ્મન તું થઈને હાથે કરીને કાં નરકમાં પડવા જેવું કરે છે? વિવેક એજ તારે બચાવ કરશે. આ તારા, ધનના ઢગલાઓ તારી સાથે નહિ આવે, માટે કાંઈક વિચાર કર.
આ વખતના બોધની તેના મન ઉપર સારી અસર થઈ તે ખરા ભાનમાં આવ્યા. આ વખતે શેક, મહામહની પાસે જઈ કહેવા લાગ્યું. દેવ! “આ અકલંક તો મારી પાછળ જ પડે છે. હું શાંતિથી અહીં રહેવા આવ્યો પણ તે મને ટકવા દેતા નથી.”મહામહે જણાવ્યું. ભાઈ!
અકલંક તો બહુ નિર્દય છે. બિચારા ઘનવાહનને તે છેતરે છે. ઉધે રસ્તે દોરે છે. આપણું શું થશે તે સંબંધી મને પણ ચિંતા થઈ પડી છે, માટે તું તો અત્યારે ચાલ્યો જા. આપણે આગળ ભેગા થઈશું. “જેવી આપની આજ્ઞા.” એમ કહી ઘનવાહનના શરીરમાંથી શેકે રજા લીધી.
ઘનવાહને અકલંક મુનિનાં વચનનો આદર કર્યો. સદાગમ તરફ પ્રેમ પ્રગટાવ્યા. મહામહના તથા પરિગ્રહના તરફ તિરસ્કાર બતાવ્યું. પૂર્વની તમામ ધાર્મિક ક્રિયાઓ,