________________
૧૩૭ કરીને ગુરૂ આગળ બેઠે. ગુરૂશ્રી ત્રિકાળ જ્ઞાની હોવાથી જ્ઞાનબળે તેનું બધું જીવન જાણું લીધું હતું. અકલંકે પણ લેકના મુખથી જાણ્યું હતું કે રાજાની લાગણુ ધર્મ ઉપરથી ઉઠી ગયેલી છે અને મોહમાં ફસાયે છે. અકલંકની પ્રેરણાથી ગુરૂ મહારાજે સદાગમની મહત્ત્વતા અને તેની શક્તિ વિષે ઉપગીતા વિષે ઘનવાહનને સારે બોધ આપ્યો. તે સાથે દુર્જનોની સોબત કરવાના દેષ સમજાવ્યા તથા મહામહ અને પરિગ્રહની આસક્તિનું પરિણામ પણ સમજાવ્યું.
ગુરૂશ્રીએ દાખલા દ્રષ્ટાંત સાથે ઘણું બધ આ, પણ ઘનવાહનને તે રૂ પણ નહિ, તો પછી તેની અસર થવાની તો વાત જ શી કરવી! “મેહ અને પરિગ્રહમાં આસક્ત થયેલ કોઈપણ જીવ હોય તેની એવી જ સ્થિતિ હોય છે, આ મહામહ તથા પરિગ્રહના પાશમાં સપડાયેલ જીવ કેઈ તર્યો હોય તે વાત કયાંય પણ સાંભળવા કે દેખવામાં આવતી જ નથી.” મેહાદિના બંધને ઢીલાં થયા વિના આગળ વધી શકાય જ નહિ.” ઉલટ તે ઘનવાહન એમ જ સમજવા લાગે કે અકલંક અને ગુરૂ બને મળીને પરિગ્રહ તથા મેહ સાથેનો સંબંધ છોડાવા માંગે છે અને સદાગમને આદર કરાવવા ઈચ્છે છે. તેના મનમાં વિચારે થવા લાગ્યા કે હવે શું કરવું ? તેને આશય સમજી લઈ અકલકે જણાવ્યું કે કેમ ભાઈ ! ગુરૂજીનું કહેવું સમજાયું છે ને? ઘનવાહને જણાવ્યું. હા. બરાબર સમજાયું છે.