________________
૧૩૫
'
આમ મહામેહ વિકલ્પે। ઉત્પન્ન કરે છે ત્યાં પરિગ્રહ પ્રગટ થઈ ઘનવાહનને સમજાવવા લાગ્યું કે, ધનવાહન ! ધર્માંની ખટપટ પડતી મૂક. રાજ્યના ભંડારમાં સુવણું, રત્નેા, હીરા, માણેક ઇત્યાદિના સંગ્રહ કર, અનાજના કોઠારા ભર, દુકાળના પ્રસ ંગે ઉપયેાગી થઇ પડશે. ભંડાર હશે તા લડાઈના વખતે કામ લાગશે. મહેલા ખંધાવ કે જે છએ ઋતુમાં ઉપયેાગી થઈ શકે. હાલ લશ્કર વધારવાની જરૂર છે. અમુક રાજાની પૃથ્વી-દેશ કબજે કર કે જેથી સદાને માટે તારે નિર્ભય થઈ રહેવાય. પૃથ્વીનું રક્ષણ કર. નવા દેશે। મેળવવા પુરૂષાર્થ કર. આમ સંતેષી થઇને બેસી રહીશ તેા રાજ્ય ટકી કેમ રહેશે ? અને સાચું સુખ કેવી રીતે મળશે ?”
સદાગમને પરાય—આ પ્રમાણે સદાગમ, મહામેાહુ અને પરિગ્રહથી ઘેરાયેલે ઘનવાહન વિવિધ પ્રકારના વિચારોના ગેાટાળામાં પડવાથી તેની ચિત્તવૃત્તિ મલિન થવા લાગી, મન ડેાળાવા લાગ્યું, આમાં શુ' કરવું તે તેને સૂજ્યુ' નહિ, એટલામાં મહામેાહની હાજરી થતાં જ જે જ્ઞાનાવરણ દખાઈ રહ્યો હતા તે પાળે પ્રગટ થયેા. પ્રગટ થતાંજ સદાગમનાં કહેલા વચને ઉપર-પ્રકાશ ઉપર તેણે પડદે નાખી દીધા. આત્મપ્રકાશ ઉપર–સદાગમનાં વચને ઉપર પડદો પડતાં જ જ્ઞાનાવરણ નિ યતાથી બહાર આવ્યો, તેને લઈ ને સદાગમનાં કહેલા વચને ઘનવાહન ભૂલી ગયેા. તેના ખરે। ભાવાર્થ તેને સમજાયે નહિ, તેનાં વચને