________________
૧૩૩
ચિદ્ધાએ સદાગમને નાશ કરવાને તૈયાર થયા. મહામહે જણાવ્યું કે સદગમે જ્ઞાનાવરણનું મોટું અપમાન કર્યું છે. જ્ઞાનાવરણને સંસારી જીવ પાસે મેંજ મેકલ્યા હતા, માટે મારે હાથે જ તેને નાશ થવો જોઈએ. તમે બધા બળવાન છે, છતાં હું તમારા બધાના સમુદાયરૂપ છું, તેથી તેને નાશ હું કરું તે પણ તેનું માન તમને જ છે. તમે બધા તૈયાર થઈ રહેજે, તમારી જરૂર પડતાં તમને ત્યાં બેલાવીશ, હાલ ફક્ત મારી સાથે રાગકેશરીના પુત્ર સાગરના મિત્ર એકલા પરિગ્રહને લઈને જ હું જાઉં છું, એવો બળવાન છે કે એકલે જ સદાગમને નાશ કરશે. મહાહિને આગ્રહ જોઈને મસ્તક નમાવી બધા સિનિકોએ તેમનું વચન માન્ય કર્યું. પ્રબળ ઉત્સાહી મહામહ, પરિગ્રહને સાથે લઈને સંસારી જીવ પાસે આવી પહોંચ્યો. લાંબા વખતના પરિચિત મહામહ અને પરિગ્રહને જોતાં જ તેના ઉપર ઘનવાહનને સ્નેહ ઉછળી આવ્યું. થોડા વખતમાં જમુત રાજા મરણ પામ્યા એટલે ઘનવાહન રાજા થશે. સામંત રાજાઓએ તેની આજ્ઞા માન્ય કરી, વિભૂતિવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થયું, આજ્ઞાંકિત પરિવાર આવી મળેઆ સર્વનું મુખ્ય કારણ તેને પુણ્યદય હતો પણ તેની તેને ખબર ન પડી. પુદયની કૃપાથી સદાગમની સેબતને મળેલ લાભ પણ ગુમાવવાનાં નિમિત્તે તેને આવી મળ્યાં.
માનસિક પરિવર્તનના વખતની લાગણીઓ. -હદય પ્રદેશમાં રહેલ સદાગમ-ગુરૂ તરફથી મળેલ બેધ,