________________
૧૩૪
ઘનવાહનને કહે છે કે, “ધનવાહન ! આ શરીર, આ વિષચે, વિશાળ રાજ્ય અને વિવિધ વિભૂતિએ એ સ ક્ષણભંગુર છે, નાશ પામનારી છે, દુઃખથી ભરપુર છે, આત્મસ્વરૂપથી વિપરીત છે, વિશ્વમાં પરિભ્રમણ કરાવનારી છે, તેના ઉપર તું આસક્ત ન થા, તે મળ્યાથી તું ખુશી ન થા, તે આત્મભાન ભૂલાવનારી છે, તું આત્મા છે, જ્ઞાનદન ચારિત્ર અને આનંદથી તું ભરપુર છે, આ આનંદ સ્થિર છે, નિર્માંળ છે, સ્વભાવિક છે. એ આત્મા ! તારે તેના તરફ જ લાગણી રાખવી જોઈ એ. તેને લઈ ને આનંદના ઘરરૂપ સદાની શાંતિ તને પ્રાપ્ત થશે.”
આ વિચારને પ્રવાહ થે।ડીવાર પ્રકાશ-શાંતિ આપે છે એટલામાં ઉંડાણમાં છુપાઇ બેઠેલા મહામેહ બહાર આવી તેના મનમાં વિકલ્પે ઉત્પન્ન કરે છે કે, “ ઘનવાહન ! જોતા ખરા, આ વિશાળ રાજ્ય તને મળ્યું છે, વિવિધ પ્રકારની સ ́પત્તિએ પ્રાપ્ત થઇ છે, પાંચ ઇન્દ્રિયાના અનુમૂળ વિષસે આવી મળ્યા છે, વળી ભાગાપભાગામાં મદદગાર આ બધી વસ્તુએ એટલી બધી છે કે, કેાઈ કાળે નાશ પામે તેવી નથી. તે સ્થિર છે, સુખથી ભરપુર છે, સુંદર છે, નિ`ળ છે, હિતકરનારી છે અને ઉત્તમ છે. આ દેહમા જીવ છે જ કયાં ? જીવ નથી તેા પુનર્જન્મ કેને થશે ? પુણ્ય પાપ એ મનની કલ્પના છે. સ્વર્ગ અને નરક તે પછી સંભવે જ કયાંથી ! જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી ખાઇ, પીઇ, ભાગવીને જન્મ સફ્ળ કર. આ પેલે। સદાગમ જે કાંઈ કહે છે તેના પર વિશ્વાસ ન રાખીશ.”