________________
૧૨૭
તેની પણ ધર્મ ઉપર સ્વભાવિક પ્રીતિ જાગૃત થઈ તેન. હૃદયમાં નિર્મળતા આવી, તેની ચિત્તવૃત્તિ ઉજવળ થવા લાગી અને તેનાં પરિણામે ભદ્રિક ભાવવાળાં થયાં. ઘેરામાં સપડાયેલા ચારિત્ર ધર્માદિ–આ બાજુ પિતાના બધા લશ્કરને ઘેરાઈ જવાને લીધે દિલગીરીમાં આવી પડેલા ચારિત્રધર્મ રાજાને જોઈને સધ મંત્રિએ જણાવ્યું કે દેવ! આપણને હવે વધારે વખત દિલગીર થવા જેવું નથી, કેમકે આ સમર્થ સંસારી જીવ થડા વખતમાં પિતાનું સ્વરૂપ સમજશે, અને પછી જે આપણને તે ઓળખશે કે તેજ આપણું પરિવારને બળ મદદ આપવાનું શરૂ કરશે તે પછીથી મહાહના આખા સૈન્યને આપણે નાશ કરીશું.
પ્રભુ! જુઓ તો ખરા. આ ચિત્તવૃત્તિ અટવી અત્યારે થોડી થોડી ઉજજવળ થવા માંડી છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે તે સંસારી જીવ આપણને ઓળખી શકે તેવી સ્થિતિમાં આવતો જાય છે, એની ચિત્તવૃત્તિમાં રહેલા અંધકારમાં આપણે એટલા બધા દબાઈ ગયા છીએ કે તે આપણને અત્યાર સુધીમાં જોઈ શક્ય જ નથી, આ અંધકાર ઓછો થવા સાથે પ્રકાશ વધવા લાગે છે તેથી હું માનું છું કે તે જરૂર આપણને જોશે, માટે આપણે આપણું કર્મ પરિણામ રાજાને પૂછીને કેઈ ચક્કસ માણસને તેની પાસે મિકલ જોઈએ. સંસારીજીવ આપણને અનુકૂળ થાય તેવી પ્રવૃતિ તે માણસ ત્યાં જઈને કરે તો પછી આપણને મળવાની તેને ઈચ્છા જરૂર થશે.