________________
૧૨૬
પ્રકરણ આઠમું.
ઘનવાહન વિવિધ જન્મના વિવિધ અનુભવ સાથે સંસારી જીવ, આલ્હાદન નગરના જીમૂતરાજાની લીલાદેવી રાણીના ઉદરથી પુત્રપણે જન્મે. તેનું ઘનવાહન નામ રાખવામાં આવ્યું. તે રાજાના નાના ભાઈ નીરદને ત્યાં પણ એક અલંક નામના ભાગ્યવાન પુત્રને જન્મ થયે. આ કુમાર કુશળ કર્મ કરવામાં તત્પર જૈન ધર્મ પરાયણ હતા, બાલ્યાવસ્થાથી જ બને ભાઈઓ વચ્ચે મિત્રતા બંધાણી. તે કુમાર ઘણે ગુણવાન ધર્માત્મા હતા. ભવજતુ ઘનવાહનને આગળ વધવામાં સત્સંગનું તે ઉત્તમ સાધન હતું.
બને કુમારે એક વખત બુધનંદન વનમાં ફરવા ગયા હતા ત્યાં તેમને આત્મભાનમાં જાગૃત થયેલા શાંતઆત્મા મુનિઓનાં દર્શન થયાં. જુદાજુદા મુનિઓ પાસે બેસીને બને ભાઈઓએ તેમને વૈરાગ્ય થવાનાં કારણે પૂછયાં અને તે એવા બેધદાયક તથા સંસારથી નિર્વેદ કરનારા હતાં કે, પવિત્રાત્મા અકલંકકુમાર તે સંસારથી વિરક્ત ભાવ પામ્યા. ઘનવાહન કુમાર–સંસારી જીવ પણ પુણ્યશાળી હતો છતાં આત્માની જાગૃતિવાળી તેવી તૈયારી તેની ન હતી. એટલે તેટલી હદ સુધીનાં પરિણામમાં તેનું પરાવર્તન ન થયું. પણ મુનિઓનાં દર્શન, તેમની રહેણી કહેણી, શાંતિમયજીવન, વૈરાગ્ય અને આત્મભાન જાગૃત કરનાર બોધથી