________________
૧૩૦
જ્ઞાનાવરણની નાશભાગ –આ હકીક્ત બન્યા પહેલાં લાંબા વખતથી મહામહે સંસારી જીવની પાસે જ્ઞાનાવરણ નામના બળવાન રાજાને મેકલી આપેલ હતું. તે રાજાએ આવીને ચારિત્રધર્મરાજાની આખી સેનાને પડદા પાછળ ઢાંકી દીધી હતી, કે જેથી સંસારી જીવ તેને જોઈ જ ન શકે “જ્ઞાનનું આવરણ આવવાથી જીવને સત્ય વસ્તુનું જ્ઞાન થતું નથી.” વળી વારંવાર મહામહના સિન્યને તે પિષણ આપ્યા કરતો હતો, તેથી મહામેહના ભયનાં બધાં કારણે દૂર થયાં હતાં. આ ચરિત્ર ધર્મના ઘેરાયેલા સૈન્ય ફરતી જ્ઞાનાવરણની મજબુત ચુકી હતી, તેના બળથી મહામહિના બધા સૈનિકે નિર્ભય થઈને આનંદમાં રહ્યા હતા. ચારિત્રધર્મના સૈન્યને હઠાવવાનું મુખ્ય માન તો આ જ્ઞાનાવરણને જ સંભવે છે. ચારિત્રધર્મ આદિ પાછા હઠવાથી અથવા ઘેરામાં ઘેરાયેલા હેવાથી, મહામહના બધા માણસો મેજ કરતાં હતાં, તે પ્રસંગે સદાગમ સંસારી જીવ પાસે આવી પહોંચ્યો. તેને જોતાં જ જ્ઞાનાવરણ ત્યાંથી નાશીને બીજી બાજુ છુપાઈ બેઠો. “સદાગમ તેના ખરા તાત્વિકસ્વરૂપમાં પ્રકાશે એટલે જ્ઞાનાવરણ ત્યાં ટકી શકે નહિ.” આ પ્રમાણે પાછી અંતરંગ રાજ્યમાં ઉથલપાથલ થવા લાગી.
અંતરંગ રાજ્યમાં આ પ્રમાણે ઉથલપાથલ ચાલતી હતી ત્યારે નજીકમાં ધ્યાનારૂઢ થયેલા તે સર્વ મુનિઓના ગુરૂ કેવિદાચાર્ય પાસે અકલંક અને સંસારી જીવ ઘનવાહન ગયા, અને તેમને નમન કરીને બન્ને જણા તેમની પાસે બેઠા.