________________
૧૨૩
સંબંધ તે ઠીક જોડી કાઢ! હવે તમે અહીંથી જલદી. પધારે. અને તમારી શાંતિ માટે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા તૈયાર થઈ રહે. આ તારી પાછળ જ અમે યુદ્ધ, કરવાને માટે આવ્યાજ સમજજે.
આ પ્રમાણે એક બીજા હસતા, તાળીઓ પાડતા, હલકાં વચને બેલી દૂતને ત્રાસ દેવા લાગ્યા. બીજી બાજુ શરીરપર બખતર પહેરી હાથમાં શો લઈને, મહામહને આગળ કરી બધા રણશુરા સુભટ ચારિત્રધર્મ સાથે યુદ્ધ કરવાને નીકળી પડયા.
આવું ભયંકર પરિણામ આ વાતનું આવશે, એવી સ્વને પણ આશા ન રાખનાર સત્યધૂત આ સ્થિતિ જોઈને ત્યાં વધારે વખત ન રેકાતાં જેમ બને તેમ ઉતાવળે પાછો ફરી, ચારિત્રધર્મ રાજાદિને શત્રુ ગુસ્સે થઈ મારી પાછળ જ યુદ્ધ કરવા માટે આવે છે તે સર્વ સમાચાર આપ્યા.
મહામેહ રાજાનું લશ્કર નજીક આવતું જાણીને મંત્રીની સંમતિ વિના પણ પ્રસંગને આધિન થઈને ચારિત્રધર્મ રાજાએ લશ્કરને તૈયાર થવાની આજ્ઞા આપી. લશ્કર તરતજ તૈયાર થઈ ગયું. મહાયુદ્ધ, ચારિત્રધર્મને પરાજ્ય-ચિત્તવૃત્તિ અટવીના છેડા ઉપરના એક રમણીય પ્રદેશમાં બને સૈન્ય સામસામા આવી લાગ્યાં અને તે અટવીમાં જ યુદ્ધ શરૂ થયું. ચારિત્ર ધર્મને અનુસરનારા રાજાઓને મોટો સમુદાય પોતાના સૈન્ય