________________
૧૧૮
છે તે આપણું સિન્ય ઉત્તમ છે, હિતકારી છે અને સંબંધ કરવા લાયક છે એમ જ્યાં સુધી તે સંસારી જીવ-પ્રિયબંધુ જાણે નહિ અને આપણું પક્ષમાં તે ઉભો રહે નહિ
ત્યાં સુધી લડાઈની તૈયારી કે દુશ્મન તરફ પ્રયાણ કરવું એ ફેગટ છે, રાજનીતિ તે આ પ્રમાણે કહે છે. આવા વખતે શામ નીતિને આશ્રય કરે, આપણે પિતાના સ્થાનમાં બેસી રહેવું અને શત્રુની ઉપેક્ષા કરવી તેજ ચગ્ય છે. ચક્કસ કાર્ય કરવા માટે કોઈવાર સંકોચ પણ કરે પડે છે. હાથીને મારવા માટે સિંહ પ્રથમ પાછો હઠી–સંકેચાઈને પછી ફાળ મારે છે, એ ન્યાયે કદાચ આપણે પાછું ફરવું પડે છે તે સમજણ પૂર્વક હોવાથી પુરૂષાર્થને નાશ કરનાર નથી. લડવા તૈયાર થયેલો ઘેટે જરા પાછા હઠીજે એકઠું કરી પછી માથું મારે છે તેમ અત્યારે આપણે કરવાની જરૂર છે.
સેનાપતિએ જવાબ આપે. પ્રધાનજી ! સંસારી જીવ આપણને ઓળખી શકશે કે કેમ તેની શી ખબર પડે? શત્રુ આપણને ત્રાસ આપે છે હેરાન કરે છે તે તમે જુઓ છે ને ? આજે તેણે સંયમને હેરાન કર્યો, કાલે આપણે વારે આવશે તે શું એમને એમ બેસી રહેવું? સંસારી જીવનું તે કાંઈ ઠેકાણું નથી.
પ્રધાને જણાવ્યું. સેનાપતિજી ! આ વાતમાં ઉતાવળ કરવા જેવું કે ગભરાવા જેવું કાંઈ નથી. વહેલું કે મેડે પણ સંસારી જીવ આપણને આપણા ખરા સ્વરૂપમાં જરૂર