________________
૧૧૯
જાણશે-ઓળખશે. કર્મ પરિણામ રાજા આપણા તેમજ મહામોહના લશ્કરમાં રહે છે, તે લગભગ બન્ને બાજુ સરખે પક્ષ કરનાર છે. આ સંસારી જીવ પણ કર્મ પરિણામ રાજા જેમ કહે તેમ કર્યા વિના રહેતા નથી, તેના હુકમમાં અત્યારે તે વર્તે છે, માટે વખત જોઈને કર્મ પરિણામ આપણી ઓળખાણ જરૂર કરાવશે, તેમજ આપણે તેના કેટલા અને કેવા હિતકારી છીએ તે પણ જણાવશે. એ વખતે આપણને બરાબર હિતસ્વી રૂપે ઓળખીને તે સંસારી જીવ આપણા પક્ષમાં ભળશે, ત્યાર પછીજ આપણે દુશ્મનને હઠાવવાને -જીતવાને સમર્થ થઈશું.
સેનાપતિજી! કર્મપરિણામરાજા અવસર જોઈને-જીવની ગ્યતા તપાસીને વિચારીને પછી મોટી બહેન લેક સ્થિતિને અભિપ્રાય મેળવશે, પછી પિતાની સ્ત્રી કાળપરિણતિને પૂછશે, પછી સ્વભાવ, નિયતિ આદિને તેની હકીક્ત સંભળાવીને સંસારી જીવની સ્ત્રી ભવિતવ્યતાને અનુકુળ કરી લેશે, ત્યારે આપણી હકીકતથી કર્મ પરિણામ રાજા સંસારી જીવને માહીતગાર કરશે. તે વખતે કોઈપણ પ્રકારના પ્રતિબંધના –વિદન કરનાર કારણે ન હોવાથી તે વાત સંસારી જીવને
ગ્ય લાગશે અને પછી તે આપણા તરફ નિર્મળ ભાવથી– પ્રેમ બુદ્ધિથી જોશે, આપણી હકીકત સમજશે અને આપણને હિતસ્વી મિત્રપણે સ્વીકારશે. સેનાપતિ ! સાહેબ આ પ્રમાણે બનશે ત્યારે જ આપણે આપણા દુશ્મનને હરાવી દેવા શક્તિમાન થઈશું. આ બાબતમાં હાલ તરત