________________
વખત લંબાવી અવસર આવ્યે લડાઈ કરવાની તૈયારી કરી કાર્ય સિદ્ધ કરવું એ મારે નમ્ર અભિપ્રાય છે.
મંત્રીશ્વર! તમે કહે છે તે વાત એગ્ય લાગે છે, તે હમણું આપણા તરફથી એક દૂત દુશ્મનો તરફ મેકલે. તે દૂત તેમને બે વચને કહે અને તેથી તેઓ આપણા માણસને ત્રાસ ન આપે, તેમજ તેઓ પોતાની હદ ઓલંઘે નહિ, આટલું તે જરૂર કરવું તે મને ઠીક લાગે છે. - પ્રધાને જણાવ્યું, સેનાપતિજી! મારા વિચાર પ્રમાણે તે દૂતને મોકલવાની હાલમાં કાંઈ જરૂર નથી, તેથી કાંઈ કાર્ય સિદ્ધ થશે નહિ, માટે હાલ તો ગુપચુપ શાંત બેસી રહેવાની જરૂર છે, તેજ અત્યારે ચગ્ય છે.
પ્રધાનજી! પણ તેમાં બીક રાખવાનું કાંઈ કારણ નથી. તેઓ કદાચ દૂતના વચનેથી ગુસ્સે થાય તો પણ આપણા જેવાને તેઓ શું કરવાના છે? વળી દૂતે લડાઈ કરવાની ધમકી ન આપવી, પણ સમજાવટથી સંધિ કરવાની હકીક્ત જણાવવી, તેમાં તે કાંઈ વાંધો નથી ને?
પ્રધાને જણાવ્યું, સેનાપતિજી! સામે પક્ષે કપાયમાન થયા હોય તે વખતે શામનીતિ કામ ન આવે, ઉલટ કલેશ વધશે, તપેલા ઘીમાં પાણી નાખવાથી કરવાને બદલે ભડકે થશે; એમાં જરાપણ શંકા ન રાખશે, પરિણામ વિપરિત આવશે, છતાં તમારી ઈચ્છા હોય તે દૂત મેકલીને ખાત્રી કરે. તેથી દુશમનને આશય સમજાશે, એટલે પ્રસંગનુસાર જે એગ્ય લાગશે તે આપણે કરીશું.