________________
૧૧પ
કરનાર પ્રિયબંધુ, મહામહ અને તેના માણસો તરફને માર ખાય તેમાં નવાઈ નથી. આ સત્ય, શૌર્ય તપ ત્યાગ બ્રહ્માશ્ચર્યાદિબાહ્ય ગુણે રાજકુમારે કે રાજાએ ગમે તેટલા ધમપછાડા કરે પણ મહાન બુદ્ધિશાળી અને બળ કરતાં કળથી કામ લેનારા સબેધ, બધિબીજ અને સંતેષાદિ વિના એકલા કાંઈ કામ કરી શકવાના નથી. લડાઈ કરીને વિજય મેળવી શકવાના નથી એટલું જ નહિં પણ ઉલટા પાછા પાડવાના છે. ઈત્યાદિ અનેક વિચાર કરીને અવગતિ હમણાં મૌનપણે રહેવાનો નિશ્ચય કરે છે, અને ખાનગી એારડામાં મળેલા ત્રણ નાયકેના વિચારે ગુપ્તપણે સાંભળવાનો નિશ્ચય કરી તેણીએ પિતાના પતિ પ્રધાનના હૃદયમાં પ્રવેશ કર્યો.
આ વખતે સમ્યગ્રદર્શન સેનાપતિએ ચારિત્રધર્મ મહારાજાને ઉદ્દેશીને બેલતાં જણાવ્યું કે, દેવ! આપના બહાદુર લડવૈયાઓએ યુદ્ધ કરવાને જે અભિપ્રાય આપે છે તે અમલમાં મૂકવે મને ઉચિત લાગે છે, કેમકે જેને સ્વમાનની ઘેાડી પણ લાગણી હોય તેઓ દુશ્મનના કરેલા આવા અપરાધની ઉપેક્ષા કરીને બેસી ન રહે. શત્રુ તરફનો પરાભવ સહન કરવા કરતાં બળી મરવું કે મરી જવું એ હું વધારે પસંદ કરું છું માટે શત્રુઓને નાશ કરીને આપણે આપણું રાજ્ય નિષ્કટેક બનાવવું જોઈએ, એ મારો નમ્ર અભિપ્રાય છે.
ચારિત્રધર્મ રાજાએ સદુધ પ્રધાન તરફ નજર કરી તેને અભિપ્રાય માંગે. મહાકુશળ બુદ્ધિવાળો પ્રધાન