________________
૧૧૩
કુટુંબ બધું આ સ્થાને જ હોય છે. માર પડવાનું કારણ અને મારનારની હકીકત જાણીને તેઓએ તેની યોગ્ય સવિચારેદ્વારા માવજત કરવાનું શરૂ કર્યું.
આ સંયમ-પ્રિયાબંધુ સખત ઘવાયે હતું, તેને જોઈને ચારિનધર્મની આખી સભામાં ખળભળાટ થઈ રહ્યો. ધીમે ધીમે તેમનો બધો પરિવાર ત્યાં એકઠો થયે. આવેશમાં આવેલા સુભટો કેઈ હાથ પછાડે છે, કોઈ પગ પછાડે છે, કે મોટે શબ્દ મારે, હઠાં, પકડે એવી બુમ પાડવા લાગ્યા. ધરતિ કંપવા લાગી. સમુદ્રના ક્ષેભની માફક બધા સભાસદેના મનમાં તાત્ત્વિક ક્ષેભ થયે.
આખી સભામાં આવેશ, કેળાહળ અને ક્ષેભ થયેલે દેખી સધ પ્રધાને ઉભા થઈને ચારિત્રધર્મ મહારાજાને વિનંતિ કરી કે મહારાજા ! અકાળે વાદળાંની ગર્જના જે આ ખળભળાટ કરે એગ્ય નથી, આપ આ સભાને શાંત કરો. તેમજ આપના અને તેમના વિચારો તથા અભિપ્રાય મેળવે.
પ્રધાનની સૂચનાથી ચારિત્રધર્મરાજે સભા તરફ નજર કરી કે તરતજ સભામાં શાંતિ ફેલાણી.
ચારિત્રધર્મરાજે સભાજને ઉદ્દેશીને કહ્યું કે સભાસદો! જે હકીકત બની છે તે તમારા જાણવામાં આવી છે. આ સંબંધી આપણે શું કરવું તે સંબંધી હું તમારો અભિપ્રાય જાણવા માગું છું. ' આ. વિ. ૮