________________
૧૧૪
આ હકીકત જાણીને સત્ય, શૌચ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય વિગેરે રાજાઓ, રાજકુમાર વિગેરેના મનમાં યુદ્ધને ઉત્સાહ વૃદ્ધિ પામે તેઓ બધાએ એક વિચારપર આવીને જણાવ્યું કે, “પ્રભુ ! મહામે હાદિના માણસોએ સંયમસુભટની આવી કદર્થના કરી તે અમારાથી જોઈ કે ખમી શકાય તેમ નથી, અમે તેની જરાપણ ઉપેક્ષા કરવા ઇચ્છતા નથી. તેને શિક્ષા કરવામાં જરાપણ વિલંબ થવા ન જોઈએ; તે ચોરટાઓને જડમૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ, આપને એક એક સુભટ અને સેનાપતિ એટલા બળવાન છે કે દુશ્મન નની આખી સેનાને નાશ કરી શકે.”
મહામહની સામે યુદ્ધ કરવાની હેશવાળા પિતાના પરિવારને જોઈને ચારિત્રધર્મરાજા, સદ્ધ પ્રધાન અને સમ્યગદર્શન સેનાપતિ ત્રણે વિચારણા કરવા એક ઓરડામાં ગયા. - આ બાજુ સધ પ્રધાનની સી અવગતિ આ બધું નજરે જોઈ રહી હતી, તે એક બાજુ બેસી મનમાં વિચાર કરવા લાગી કે, “સંયમસુભટને વેશધારણ કરનાર આ પ્રિયબંધુને માર શા માટે પડ? સંયમ તે વળી માર ખાય ખરે કે? વિચાર કરતાં તેને જણાવ્યું કે જેની પાસે સદ્દબોધ-તાત્વિકજ્ઞાન નથી, જેની પાસે સમ્યક્દર્શન–ધિ બીજરૂપ તાત્વિક વસ્તુ કે માર્ગ પર શ્રદ્ધાન નથી અને જેની આગળ મહાન વૈરાગ બળને પોષણ આપનાર સંતેષ નથી; તે દ્રવ્યકિયાવાન, લાયકાત વિના સંયમનો વેશ ધારણ