________________
૧૧૨
વિક્ષેપને લઈને અશાંતિ વ્યાપી રહી હતી. તેમાં પરિગ્રહની ઈચ્છાઓ ઉઠવા લાગી એટલે લોભે આવીને તેના હૃદયને કબજામાં લીધું. તેની ચિત્તવૃત્તિ એટલી બધી મલીન થઈ હતી કે તેમાંથી આશા, તૃષ્ણા, વાસના, કામના ના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. આ પ્રસંગે બીજા સાધુઓ તે તરફ બહાર જવા નીકળ્યા હતા તેણે પ્રિયબંધને જે તેઓ તરતજ તેની પાસે આવ્યા, અને તેને સ્થિર-સ્તબ્ધ થયેલે જઈ વિચારમાં પડ્યા કે આને શું થયું છે? તપાસ કરતાં તેની આકૃતિ ઉપરથી તે જ્ઞાની મુનિઓએ નિશ્ચય કર્યો કે જરૂર આના ઉપર મહામહિના માણસોએ ઘા કરેલા છે. તરતજ તેઓએ પ્રિયાબંધુને જાગૃત કર્યો, તેના સ્વરૂપનું તેને ભાન કરાવ્યું, સ્વરૂપનું ભાન થતાંજ મહામહના માણસો જીવ લઈને નાશી ગયા. સામાન્ય ભાન આવ્યું હતું પણ ઉંડાણમાં તપાસ કરતાં તેના સંયમ શરીર ઉપર ઘણા ઉંડા ઘા લાગ્યા હતા અને તે તરતમાં રૂઝાય તેવા ન હતા. આ સ્થિતિમાં તેને ત્યાં રાખવો તે ઠીક ન લાગવાથી તે મુનિઓ તેને વિવેક પર્વત ઉપરના, ચિત્તસમાધાન મંડપમાં આવેલી. નિસ્પૃહતા નામની વેદિકા ઉપર માંડેલા, જીવવીર્ય નામના સિંહાસન પર બેઠેલા, ચારિત્રધર્મ મહારાજાની પાસે ઉપાડીને લઈ આવ્યા. અને મહામહના માણસેએ આપણા આ સંયમસુભટને ખુબ પ્રહાર કરીને જર્જરીત બનાવી દીધે છે વિગેરે હકીકતથી માહીતગાર કર્યા. ચારિત્રધર્મ રાજાએ તેની સારી સાર સંભાળ કરી, તેમજ આ સંયમના પ્રિયબંધુના સગાંવહાલાં અહીં ઘણાં હતાં. કેમકે જીવનું આંતરિક