________________
૧૨૦
સહાયક ન થયાં, આવુ દુઃખી નિરાધાર જીવન જીવવા કરતાં આજીવનના કોઈ પણ બીજી રીતે ઉપયોગ કરવા તે તેને ઠીક લાગ્યા. આવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી તેના વિચારે સંસાર ઉપરથી ઉડી ગયા, કાંઈ પણ સુખનેા મા શોધવે તે વિચારમાં ફરતા ફરતા તે એક સુંદર નામના સાધુના સમુદાય પાસે જઈ ચઢયા. તેના દુ:ખી જીવનની તે મુનિને દયા આવી, તેમણે તેને ધર્મને બેધ આપ્યા.
ભાઈ! સસાર વિવિધ દુઃખથી ભરપુર છે, ધ સિવાય તેમાં બીજો કેાઈ ખરે। આધાર નથી, જન્મની પાછળ મરણ અવસ્ય છેજ, શરીરમાં વિવિધ રેગે લાગુ પડે છે, યુવાવસ્થાને છેડે વૃદ્ધાવસ્થા આવે છે, તેમાં જીવન વિશેષ પરાધિન બને છે, જ્યાં સ`ચેાગ છે ત્યાં વિયેાગ અવશ્ય થાય છે, સ`પત્તિ પણ કેટલીકવાર વિપત્તિનું કારણ અને છે. વિષયામાં આસક્ત થયેલા જીવે, શરીર, યુવાવસ્થા, ધન અને સ્ત્રીની કિ'મત વધારે આંકે છે છતાં પણ છેવટે તે બધી વસ્તુઓ તેને સાચી શાંતિ આપતી નથી. પામના—ખસના રેગીને જેમ ખરજ ખણતી વેળાએ મીઠાશ લાગે છે, છતાં પરિણામે તેમાંથી વધારે દુઃખ ઉત્પન્ન કરે છે તેમ તે ધનાદિથી ભાગવેલા વિષયેાનુ પરિણામ ભાવીકાળમાં વિશેષ દુઃખ માટે થાય છે. અરે! વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે એકાંત હિતકારી હાય ! આમ હેાવાથી તે જડ પદાર્થોમાંથી સુખી થવાની આશા કરવી તેતેા ઝાંઝવાના જળમાંથી પાણીની આશા