________________
૧૧
રાખવાની માફક નકામી છે, માટે આત્માની સન્મુખ થઈ સર્વસંગને ત્યાગ કરી, કર્મને ક્ષય કરી, આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવું એજ જીવોનું કર્તવ્ય છે અને સાચું સુખ તેમાંથી જ પ્રગટે છે.
તે સુંદર મુનિનો ધાર્મિક બેધ સાંભળી પ્રિયબંધુએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુ માર્ગ સ્વીકાર્યો. પ્રિયાબંધુ સાધુ તો થયે પણ તેની સંસારની વાસના નાશ પામી ન હતી. તે દ્રવ્યથી સાધુ થયે હતો પણ સાચું સાધુપણું તેના હૃદયમાં પરિણમ્યું ન હતું. તેનું મન કઈ કઈ પ્રસંગે વિષયેનું સ્મરણ કરતું હતું.
આ પ્રસંગે ચારિત્રધર્મરાજાના માણસોને ઉપદ્રવ કરવા, મારવા અને રાગકેશરીની આજ્ઞા મનાવવા માટે નીકળેલા મહામહ અને રાગકેશરીના સુભટની નજર આ પ્રિયધર્મ સાધુના ઉપર પડી. આ સાધુ અત્યારે એકલે હતો, તે કઈ કારણસર સમુદાયથી બહાર ગયે હતું, ત્યાં તેના જેવામાં એક સુંદર સ્ત્રી આવી, તેનું મન તેના તરફ ખેંચાયું, તેને વિચારો બદલાયા. આ અવસરે તેની સહાયમાં ચારિત્રધર્મનો કેઈ બળવાન સુભટ ન હતું, તે લાગ જોઈને તેજ અવસરે વિષયાભિલાષે તેના હૃદયમાં પેસીને તેના બ્રહ્મચર્ય નામના અંગ ઉપર-ગુણ ઉપર સખત ફટકો માર્યો, જ્ઞાનાવરણે આવીને તેના મન ઉપર અંધકાર ફેલાવ્યું. હવે તે મુનિ ખુબ ગભરા, કયાં જવું! શું કરવું ! તેનું તેને ભાન ન રહ્યું. તેની ચિત્તવૃત્તિમાં જે શાંતિનું રાજ્ય જોઈએ ત્યાં તે ચિત્તમાં