________________
૧૦૪
હરિકુમાર ! તમારા મિત્ર તમારા ઉપર પ્રેમાળ હેાવા છતાં સમુદ્રમાં શા માટે તમને ફેંકી દ્વીધા ? આવા તમને વિચારે આવે છે તેના ઉત્તર એ છે કે ધનશેખરના મિત્રો મૈથુન અને સાગર હતા, તેની પ્રેરણાથી તેણે આ કામ કર્યું હતું. સત્તાગતે તેના આત્મા તેા પવિત્ર છે, પણ આ પાપી મિત્રોએ તેના વિચારાને ઉલટાવી નાખી, આવુ' ઘાર કામ તેની પાસે કરાવ્યું છે. પેલા લુચ્ચા મૈથુન મિત્રે તમારી પત્નિને પેાતાની કરી લેવા માટેની ઇચ્છિા તેના મનમાં ઉત્પન્ન કરી અને સાગર મિત્રે રત્નનુ' ભરેલું વહાણ પડાવી લેવાની ઇચ્છા ઉત્પન્ન કરી. તે ઇચ્છાને લઇને તેણે આ પ્રમાણે કર્યુ હતું. આવા તેના અધમ કર્ત્તવ્યથી તમારા પુન્યથી પ્રેરચેલા સમુદ્રના દેવે તેને સમુદ્રમાં નાખ્યા અને તમારૂં રક્ષણ કર્યુ. એ ધનશેખર મરી ગયેા નથી પણ તેના મિત્રો હજી તેને રખડાવે છે.
હરિકુમારે ગુરૂશ્રીને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! તે મારે મિત્ર ધનશેખર તે પાપી મિત્રોથી કયારે છુટા અને સુખી થશે ?
અક્ષરતિ અને મુક્તતા.
ઉત્તમસૂરિએ જણાવ્યુ કે શુભ્ર ચિત્તનગરમાં વિશ્વને આનંદ આપનાર સદાશય રાજા છે, તેને વરેણ્યતા નામની મહારાણી છે. તેનાથી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ છે, એકનુ નામ બ્રહ્મરતિ છે અને બીજીનું મુક્તતા છે. અન્ને પુત્રીઓ ગુણુના ભડારરૂપ છે, પ્રથમ પુત્રી બ્રહ્મરતિ