________________
૧૦૬
શુભચિત્તપગરના સદાશય રાજાને કહીને કન્યા અપાવશે ત્યારે તે સુખી થશે. તે કન્યા પ્રાપ્ત કરવાને બીજે કોઈ ઉપાય નથી. મતલબ કે કર્મ પરિણામ સારાં થાય; કાળપરિણતિ પરિપકવ થાય ત્યારે શુભ–ઉજવલ ચિત્ત થાય, તેમ થતાં સદ્ આશય-સારા પરિણામ થવાં તે રૂ૫ રાજા તરફથી બ્રહ્મચર્ય અને સર્વસ્વ ત્યાગની ઈચ્છા થાય-પ્રાપ્તિ થાય, તેમ થતાં વિષયવાસના અને ધનતૃષ્ણા નાશ પામે આ અંતરંગ કુટુંબની વાત છે. તે અંતરંગ કુટુંબને અનુકુળ કરવાની જરૂર છે.
ગુરૂશ્રીએ અંતરંગ કુટુંબની હકીક્ત હરિકુમારને બરબર સમજાવી, તે ઉપરથી તેને પોતાના આત્માને વિકાશ કરવાની ઈચ્છા થઈ. કર્મ પરિણામ અનુકુળ હોવાથી મહામહ તેને વિક્ત કરી ન શક્યો. તેણે શાર્દુલકુમારને રાજ્યાભિષેક કરીને ગુરૂશ્રી પાસે વીતરાગ સંબંધી દિક્ષા ગ્રહણ કરી. અને તેમની સાથે પૃથ્વીતળ પર વિચારવા લાગ્યું. આ બાજુ ધનશેખર સાગર અને મૈથુનના પાશમાં પડીને નીચે ઉતરતો ગયો, ધર્મકર્મથી વિમુખ બની ધન અને વિષયવાસનાની તૃપ્તિ માટે વિશ્વમાં ફરવા લાગ્યો. એક વખત એક બીલીના ઝાડ નીચે ધન છે એમ જાણીને તે દવા લાગે, તે ખેદતાં એક રત્નને ઘડો તેને મળી આવ્યું પણ તે સ્થાન અને ધનનો અધિષ્ઠાતા દેવ કે પાયમાન અને તેણે તેને મારી નાખે. ધન અને વિષયની તૃષ્ણામાં મરણ પામી સાતમી નરકે પાપી પિંજરમાં દાખલ થયા.