________________
૧૦૩
પિતાના સુખને માટે બીજાના સુખને નાશ કરવામાં પાછું વાળીને જોતા નથી, તેને સુખને આવી રીતે નાશ થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. કર્મને એજ કાયદે છે કે બીજાને નિર્ધન અને વ્હાલાના વિયેગી બનાવનારે દરિદ્ર અને હાલાના વિયેગી થવું જ જોઈએ.”
હરિકુમાર આનંદનગરનો રાજા થયે. રાણી મયૂરમજરી સાથે ઈન્દ્રિયજન્ય સુખ ભોગવતાં કેટલેક વખત નીકળી ગયે. એક વખત ઉત્તમસૂરિ નામના જૈનાચાર્ય ત્યાં પધાર્યા. તેમની સાથે સાધુઓને મોટો સમુદાય હતો, તે જ્ઞાની મહાત્મા શહેરની બહાર બગીચામાં ઉતર્યા હતા. હરિકુમાર રાજાને જ્ઞાની ગુરૂ પધારવાના ખબર મળતાં તેના આનંદનો પાર ન રહ્યો. રાણીને તથા પ્રજામંડળને સાથે લઈને રાજા ગુરૂદેવને નમન કરવા અને ધર્મ સાંભળવા વનમાં ગયે. ગુરૂને નમન કરી શુદ્ધ જમીન ઉપર રાજા રાણી અને પ્રજાવર્ગ બેઠા. ગુરૂશ્રીએ સંસારથી નિર્વેદ કરવાવાળી અને આત્મ ભાન જગાડનારી દેશના આપી, રાજા તે સાંભળીને ઘણે ખુશી થયે.
આ વખતે તેને ધનશેખર યાદ આવ્યું. તેણે શા માટે મને સમુદ્રમાં નાંખ્યું હશે? તે મારે અંગત મિત્ર હતો, મેં તેને કોઈ નુકશાન કર્યું નહતું, દેવે તેને સમુદ્રમાં પછાડ, પછી તેનું શું થયું હશે ? આવા અનેક વિચારે તેના મનમાં આવવા લાગ્યા. તેના અંગત વિચારે જ્ઞાનથી જાણું ગુરૂદેવે તેને ઉત્તર આપતાં જણાવ્યું કે