________________
લે તે સુખદાયક છે. અધિક આહાર કરનારમાં તૃષ્ણા વધે છે અને બુદ્ધિ મલિન થાય છે. અજીર્ણ વધતાં બેટી ભૂખ લાગ્યાની બ્રાંતિ થાય છે, તેમાં વિશેષ આહાર નાખવાથી જઠરાગ્નિ બુઝાય છે. શરીરને તે જેમ ઓછો ખોરાક અને સામાન્ય રીતે વસ્ત્રથી ઢાંકવામાં આવે તેમ સૂક્ષ્મ ઉપયોગ વધે છે. ઉપયોગની તીવ્રતા થાય છે. શરીરને ઓછે ખોરાક આપવાથી મનની ચપળતા ઓછી થાય છે. આ હોજરીને દાબી દાબીને ભરવાથી જેટલાં મરણ નીપજે છે તેથી ભુખ્યા રહેતાં કે ઓછું ખાવાથી માણસો અલ્પ પ્રમાણમાં મરે છે. અમુક પ્રમાણમાં ભુખ્યા રહેવાથી, ઓછું ખાવાથી અને અપમાનના દુઃખથી ઘણું છે આગળ વધેલા છે, પણ પેટ ભરીને રાતદિવસ પશુની માફક ખાનારાઓ આગળ વધી શકતા નથી.
આહાર ઉપર યે મેળવવાથી હૃદય શુદ્ધ અને ઉજવળ બને છે. અધિક આહારથી હદયમાં અંધકાર છવાય છે અને વિચારો જડ થઈ જતા હોવાથી કઈ પણ વખત તે દઢ નિશ્ચય પર આવી શકતો નથી. વળી નકામા વિચારોનાં ટેળેટોળાં તેના તરફ ધસી આવે છે. આહાર ઉપર સંયમ રાખનારને કાંઈને કાંઈ નવીન યુક્તિઓ અને અનુભવો પ્રગટ થાય છે.
પ્રભુ ભજન કરનારને અલ્પ આહાર ભક્તિનું ખરૂં રહસ્ય પ્રગટ કરવામાં મદદગાર થાય છે. અધિક આહારથી ક્ય કઠોર બને છે, તેથી પ્રભુભજનમાં તેને આનંદ મળતો