________________
૯૧
તેને મદદ કરવા અંધકારમાં પડેલા આપણા દુશ્મને પણ તૈયાર છે. ગમે તે ભેગે તે આપણા ઘેરામાંથી છૂટવા માંગે છે. માટે તને એકલા મેાકલવા તે મને ઠીક લાગતુ નથી, છતાં હમણાં ભલે તુ' એક્લા જા, પણ અવસર જોઈ ને તારી પાછળ વિષયાભિલાષ પ્રધાનને અને પછી જેની જેની તે પ્રસંગે જરૂરિયાત હશે તેને તેને ત્યાં મેકલવામાં આવશે. આ પ્રમાણે કહીને મહામેહે પોતાને હાથે સપ્રેમ પાનનું બીડું આપી તેને વિદાય કર્યાં.
સાગર કે તેનું ખીજું નામ લેાભ છે, તે સારાં શુકન જોઇને ત્યાંથી નીકળ્યેા અને ભવતુ જે ધનશેખર તેના હૃદયમાં ચેાગળે અદૃશ્ય થઇને રહ્યો. સાગરની પધરામણી હૃદયમાં થતાંજ ધનશેખરના મનમાં ધન મેળવવાના અનેક સંકલ્પો ઉડવા લાગ્યા. જુએકે તેના પિતાના ઘરમાં દ્રવ્યને પાર નહતા તે પણ પોતાની જાત મહેનતથી ધન ઉપાર્જન કર્યા વિના પિતાનું ઉત્પન્ન કરેલું ધન મારે ખપે નહિ, એવે। દૃઢ નિશ્ચય કરી પરદેશ જવા માટે તેણે માતા પિતાની આજ્ઞા માંગ, પિતા માતાએ તેને ઘણુ' સમજાવ્યે પણ સાગરની પ્રેરણાથી એકજ નિશ્ચય હઠ લઈને બેઠો કે મારે જાતેજ ધન ઉપાર્જન કરવુ જોઈ એ. છેવટે નાઇલાજે અનેક પ્રકારની સાવચેતી વાળી શિખામણેા આપીને પુત્રને પરદેશ જવાની રજા આપી. તેના પિતાએ સાથે ધન લઈ જવાનુ` કહેવા છતાં, પહેરેલાં વસ્ત્રો સિવાય કાંઈ પણ ધન સાથે લીધા વિના પરદેશ તરફ રવાના થયું.