________________
આવી. પ્રધાન, સામંત અને પેઢાઓ તથા મહામહને પરિવાર બધે ત્યાં એકઠે મળે.
એ અવસરે વિષયાભિલાષ મંત્રીએ ઉભા થઈ પોતાને સભા બોલાવવાનો અભિપ્રાય જાહેર કરતાં જણાવ્યું કે, રાજા. મહારાજાઓ! અને વિજયી દ્ધાઓ! આપને ખબર હશે કે પેલે ભવજતુ દિનપરદિન હવે બળવાન થતો જાય છે. ગયા જન્મમાં મારી બળવાન બાળીકા રસનાકુમારીને તેણે સંતોષ અને સદાગમના બળથી હરાવીને અનેક પ્રહારો તેના શરીર પર કર્યા હતા. તે કુમારી ઘણી હોંશીયાર હેવાથી, ભવજ તેને ઠગવા રસનાને બદલે વચન વ્યાપારમાં તેનો નાશ કરવાની બીજી બાજુ તેણીએ રચી હતી અને તેની મદદે મૃષાવાદ, ઈ, વિકથા. નિંદા વિગેરે પણ ગ્યા હતા, છતાં પ્રથમ તો આપણને વિજય મળ્યા હતા પણ પાછળથી ત્યાં પણ સદાગમ તેની મદદે દોડી આવ્યો અને તેથી તેઓને પરાજય થયો હતો આ પરાજય મને મારા હૃદયમાં બહુ સાલે છે, કેમકે મારાં બાળકે વિશ્વવિજયી હોવા છતાં, પેલા પાપી ચારિત્રધર્મના સૈનિકો તે ભવજતુને મદદ આપતા હોવાથી ત્ય આપણું જોર ચાલતું નથી. આ વખતે મારે નમ્ર. વિચાર એ છે કે, હવે ભવજંતુની સામે સામાન્ય દ્ધાનું કામ નથી, કેમકે તે ભવભવના સંસ્કાર–અનુભવો સાથે લેતે આવે છે. વળી નહોય ત્યાંથી ચારિત્રધર્મના સેવકે તેની મદદે દોડી આવે છે, એટલે આ વખતે હું આપ સર્વને સાવધાન રહેવાની ભલામણ સાથે બળવાન દ્ધાઓની.