________________
૩૭
ગઈ, દયાળુતા દૂર થઇ, સરળતા નાશ પામી, દાક્ષિણ્યતા ખસી ગઈ, સંતાષ અદૃશ્ય થયા. વિશ્વાસુને છેતરવા લાગ્યા. ખાવાપીવાનું એક વખત અને ધનપ્રાપ્તિની આશામાં કડાકાઉપવાસ પણ કરવા લાગ્યા. અરે ! ધનની આશામાં પતિભક્તા કમલિની પણ યાદ ન આવી, તેને પણ વિસારી મૂકી. આ પ્રમાણે એક હજાર સેાનામારમાંથી દશ હજાર થઈ, લાખ થઈ અને છેવટે એક કરોડ સેાનામહેાર ભેગી કરી, પણ લાભ મિત્ર કહે છે કે ભલા માણસ ! જોજે સતાષ કરતા નહિ. જ્યાં સુધી એક કરોડ રત્ન ન થાય ત્યાં સુધી આ દુનિયા ઉપર તારૂં' આવવું નકામુ છે. આ કરેાડ રત્નની ઇચ્છા આ સ્થાને પુરી થઈ શકે તેમ ન હેાવાથી તેણે રત્નદ્વીપે જવાને નિશ્ચય કર્યાં. સસરાએ ના પાડી છતાં કમલિનીને તેના પિતા પાસે મૂકીને પેાતે એકલા વહાણા ભરીને રત્નદ્વીપ તરફ ગયે. ત્યાં તેને સારા ફાયદા થયેા. તેની સાથેના વ્યાપારીએ પાછા ફર્યાં, કેમકે તેમને સંતાષની મદદ મળી હતી. ધનશેખરે ત્યાં રહી રત્ના ખરીદવાનુ કામ શરૂ કર્યું.
એક વખત એક વૃદ્ધ ખાઈ ધનશેખરની પાસે આવીને કહેવા લાગી કે ભાઈ! તમે આનંદપુરના રહીશ છે, અને અહી તમારા રાજા કેશરીનુ સાસરૂ થાય છે, તેમના હરિન્કુમાર નામના પુત્ર અહી ખાલપણાથી ઉછરેલા રહે છે, તે કુમાર તમને મળવા ઈચ્છે છે, આ પ્રમાણે કહીને તે વૃદ્ધ માઇ ચાલી ગઇ. આ. વિ. ૭