________________
પ્રગટ કરે છે તે તેને કેમ દુઃખ નહિ થતું હોય? નિદા કરવાથી સુકૃત નાશ પામે છે. કેટલાક જી કોધના આવેશમાં બીજાની નિંદા કરે છે, કેઈ બીજાને પ્રસન્ન રાખવા ખાતર નિંદા કરે છે, કઈ પિતામાં રહેલા દોષ બીજા ઉપર ઓઢાડવા અથવા પોતાના દે ઢાંકવા. પરની નિંદા કરે છે. પિતાના અવગુણ છુપાવવા અને બીજાના અવગુણ વર્ણવવા એ કેવળ મૂર્ખતા છે. કેટલાક પિતાની સ્તુતિ કરાવવા બીજાની નિંદા કરે છે. કેટલાએક ઈર્ષ્યાથી બીજાની નિંદા કરે છે, કોઈ બીજાનું અધિક ધન કે થતું માન દેખી ન ખમવાથી તેને અવગુણ શોધે છે. પણ તેને ખબર નથી કે આ ઈષની અગ્નિમાં તેિજ બળી મરે છે. કેઈ હાંસીના સ્વભાવથી પણ નિંદા કરે છે, કોઈ અવગુણ દેખી નિંદા કરે છે. પણ ભલા માણસ! ભેંસના સીંગડાં ભેંસને ભારે, તેના અવગુણને જવાબદાર તું નથી પણ તે છે. તેને બદલે તેને જ ભેગવવો પડવાને છે; કર્મના કાયદામાંથી તે કે તમે છૂટી શકવાના નથી. ઈર્ષા અગ્નિ કરતાં પણ ઝડપથી મનુષ્યને અને તેના પુન્યને બાળ નારી છે. નિર્દોષને દોષિત કરે તેના જેવું કંઈ પાપ નથી. નિદક મિત્રોને પણ તજી દેવા જોઈએ. કોઈના છિદ્રો જોવાની ટેવ રાખવી તેના કરતાં પિતાના દેશે જેવાથી મનુષ્ય જલદી સુધરી શકે છે. નિંદા કરનાર ત્રણ પાપ બાંધે છે. એક તે જેની આગળ તે વાત કરે છે કે અમુક તમારી આવી વાત. કરતા હતા, તે સાંભળીને તેના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન કરાવે