________________
મશ્કરી, વાચાળતા, વગર કારણે બેલબલ કરવું વિગેરે શરૂ કરીને ધીમે ધીમે ધનાનંદને ફસાવવા માંડે. હાંસી, મશ્કરી ને નજીવી બાબતો સમજે છે પણ તેમાંથી યા તેની પાછળ કેવા કેવા દુર્ગુણો પ્રગટે છે તેની લોકે તે વખતે ભાગ્યેજ કલ્પના કરે છે. આ વખતે રસનાને મદદ કરવાને તેના ભાઈઓ દેડી આવ્યા. પ્રથમ તે અસત્યમૃષાવાદ આવી પહોંચે. તેણે હાંસી મશ્કરીમાં તેને જુઠું બોલવાનું શરૂ કરાવ્યું. તેની પાછળ નિંદા આવી પહોંચી તેણે ધનાનંદની પાસે એક બીજાની સાચી જીરું વાતો કરાવવાનું શરૂ કરાવ્યું. નિંદા કાંઈ જેવી તેવી સ્ત્રી નથી. તેમ તે અનેક રૂપ ધારણ કરી શકવાની શક્તિવાળી હોવાથી તેણે પ્રથમ પિતાની પ્રવૃત્તિ, સ્ત્રીસંબંધી વિકથાથી શરૂ કરી. અમુક સ્ત્રીપુરૂષ સારા અને અમુક સ્ત્રી પુરૂષ નઠારા પછી ધીમે રહીને દેશની વાતો કહાડવા માંડી અમુક દેશ સારે અને અમુક દેશ ખરાબ છે. પછી રાજ્યની વાતો કહાડવા માંડી. અમુક રાજા આવે છે અને અમુકના રાજ્યમાં આવી પોલચાલે છે. અમુક રાજા દુર્ગુણ છે, અમુક સ્ત્રીલંપટ છે, અમુક રાજા ઉડાઉ છે વિગેરે. ત્યાર પછી તેણે ભેજન સંબંધી વાતો પાંચ મનુષ્ય ભેગાં થયાં હોય ત્યાં કરવા માંડી. અમુક વસ્તુ સારી, અમુક નઠારી, અમુકને ત્યાં જમણ હતું, તેમાં ઘી જ ખરૂં હતું, તેલ પણ ઘણા દિવસનું, ખાવામાં એકલી ખાંડજ, ભાત કાચ અને દાળ દુણાઈ ગયેલી, મરચું એટલું બધું કે તું જ બળી જાય, અને મીઠું થોડું આ પ્રમાણે વાચાળતાથી આવી