________________
૧
નંદ ધનાનંદની પાસે આવ્યેા. આવા મનુષ્ય જીવનને કાંઇ પણ સદ્ઉપયોગ કર્યાં વિના ખાવાને ખાતર નાશ થતા જોઈ તેને બહુ લાગી આવ્યું, તેણે ઘણા પ્રેમથી મીઠા શબ્દોમાં શીખામણ આપતાં જણાવ્યું કે ભાઈ ! પેટ તેા દરેક જીવની સાથે વળગેલું છે, પણ તેને આમ નાશ ન કરાય, ખારાક એટલા ખાતર લેવા જોઈ એ કે તેની મદદથી શરીર ખરેાખર કામ કરી શકે, જીવવા ખાતર ખાવાની જરૂર છે પણ ખાવા ખાતર જીવવાનું નથી. જે સાનું કાન તેડે તે સાનુ` કાને વળગાડવાથી શે! લાભ છે? જે ખારાકથી આપણા જીવનનેા નાશ થાય તે ખારાક લેવાની કાંઈ જરૂર નથી. સરેાવરમાંથી જેમ પાણીના પ્રવાહે વહન થઈ ક્ષેત્રાદિને પેાષણ આપે છે, તેમ પેટમાં પડેલા આહારથી ઇન્દ્રિયાને બળ મળે છે. આહારની અધિકતાથી પાચન ઓછુ થતાં પેટમાં સડો પેદા થાય છે, તેથી ઇન્દ્રિયા ઉલટી બગડે છે. જેએ હદ ઉપરાંત ખારાક ખાનારા છે તેની બુદ્ધિ જડ થઈ જાય છે, શરીરમાં પણ જડતા આવે છે, ઉંઘમાં વધારા થાય છે. સૂક્ષ્મ વિચારશક્તિ નષ્ટ થાય છે. આહારનેા સયમ કરવા તે ઉત્તમ પુરૂષાનુ લક્ષણ છે. જે મનુષ્યમાં આહાર અને નિદ્રા અધિક હાય છે તે પરમાત્માથી વિમુખ થાય છે. આળસ, રાગ, નિદ્રા, પ્રમાદ અને જડતાથી તે પ્રભુસ્મરણ પણ કરી શકતા નથી. વધારે વરસાદ પડવાથી જેમ ખેતિનો નાશ થાય છે, વાવેલાં ખીજ સડી જાય છે, તેમ અધિક આહારથી હૃદય ઉપયેગી કામ કરતુ 'ધ પડે છે, માટે જરૂરિયાતથી પણ ઓછા આહાર