________________
છે. તે માટે ફક્ત આપની આજ્ઞા થવી જોઈએ. આપ આજ્ઞા કરે તે તેને અટકાવવાને સમર્થ બને છે, કેમકે તેની પાછળ આપણું આખા સૈન્યનું બળ હોય છે. અને તે દેખીતે એક હોય છે પણ પાછળ પ્રસંગે તેની મદદમાં સેંકડે સુભટો પિતાની ઈચ્છાથી ત્યાં દોડી જઈ ગુપ્તપણે મદદ કરી આપણે વિજય કરાવે છે.
આપ આજ્ઞા કરે તે મારી એક બાળકી રસનકુમારીને તેની પાસે મોકલી આપે. તે ઉંમરમાં તો નાની છે છતાં વિશ્વને વશ કરવા સમર્થ છે. પ્રધાન જ્યાં આ પ્રમાણે વાત કરે છે ત્યાં તે હર્ષમાં આવી ગયેલી રસનાકુમારી ઉભી થઈ મહામહને પગે પડી અને પિતાને ભવજંતુની પાસે મોકલવા પ્રાર્થના કરવા લાગી. આવી આવી ઉત્સાહી બાળીકાએ પિતાના સન્યમાં વસે છે તે જાણી મહાહને બહુજ હર્ષ થશે. તેને વાંસે થાબડી પ્રેમથી ચુંબન કરી જવાની આજ્ઞા આપી. રસનાકુમારી પણ પિતાની સાથે લલતા નામની દાસીને લઈ ભવજતુને વશ કરવા નીકળી પડી અને ધનાનંદના મુખ કોટરમાં જઈને ત્યાં સદાનું નિવાસ સ્થાન કરીને રહી.
ધનાનંદ બુદ્ધિશાળી હતા, તેમ ધનાઢયના ઘેર જન્મ પામ્યો હતો, માતાપિતાને વલ્લભ હતા, તેથી સ્વાભાવિક રીતેજ ખાવા પીવાની તેને પુરતી સગવડ હતી. તેવામાં
લતા સાથે રસનાએ અંદરખાનેથી પ્રેરણા કરી કે “નાથ! જુવે છે શું? ખાવા પીવામાં આ ધનનો ઉપયોગ યુવા