________________
s૮
વામદેવને મારી નાખવાને હુકમ કર્યો, દયાળુ શેઠે રાજા પાસે કરગરીને છેડા, પણ રાજાએ તેને પિતાના કબજામાં લીધે, એક વખત કોઈ વિદ્યાસિદ્ધપુરૂષે રાજાને ભંડાર તે, રાજાને વામદેવ ઉપર શક જવાથી તેને ફાંસીએ ચડાવી મારી નાખ્યા. ત્યાંથી મરીને પશુસ્થાનમાં અનેકવાર રખડો. માયા-કપટ કરનાર સ્ત્રીને અવતાર પામે છે, તે ન્યાચે અનેકવાર તેને સ્ત્રીના જન્મ લેવા પડયા.
આ પ્રમાણે ભવજતુને સદાગમ અને સત્સંગને સમાગમ મળે પણ ઋતુ વિના વૃક્ષને જેમ ફળ ન બેસે તેમ એગ્ય તૈયારી વિના તેને લાભ તેને ન મળે. ન મળવાનું કારણ મહામહિના બાળકે કપટ અને ચેરીની સોબતજ હતી.
વાચકેએ માયા-કપટ અને ચોરીના દુર્ગુણારૂપ બંને શત્રુઓથી સાવચેત રહેવા પ્રયત્ન કરવો. .
વિવિધ દુખનો અનુભવ કરી, અકામ નિરાએ. કાંઈક કર્મો ઓછાં કરી, કાંઈક પુન્ય બળ મેળવી અનેક જન્મને અંતે , કર્મ પરિણામ રાજાની આજ્ઞાથી, ભવિતવ્ય તાએ ભવજતુને પુદયની સાથે વિશાળ નગરીમાં મનુષ્ય જીવનમાં મોકલ્યો.