________________
છે કે અભવ્ય જીવ છે? ગુરૂશ્રીએ જણાવ્યું કે તે ભવ્ય જીવ છે પ્રભુ! તે ભવ્ય જીવ છે તો પછી આ બહલીકા-માયા અને તેય–ચારીથી તેને ક્યારે છુટકારે થશે? ગુરૂશ્રીએ જણાવ્યું કે અત્યારે તો તેના હૃદયમાં અને વ્યાપીને રહેલાં છે. તેને લઈને તે અમને ધૂર્ત સમજે છે, ઈદ્રજાળીયાપણે માને છે, ઉપદેશમાં વાચાળતા કપે છે, જેમ કમળાના રોગવાળો બધું પીળું દેખે છે તેમ તે માયાવી બીજાને પણ માયાવી અને લુચ્ચા સમજે છે. આ સરલતા અને અચૌર્યતાની ઉત્પત્તિ. વિશદમાનસ નગરના શુભાભિ સન્ધિ રાજાની નિર્મળ આચારવાળી શુદ્ધતા અને પાપભીરુતા નામની બે રાણીઓ છે. તેઓએ બે કન્યાઓને જન્મ આપેલ છે. એકનું નામ જુતાસરલતા છે અને બીજીનું નામ અચૌર્યતા છે. તેની સાથે તે વામદેવનો જીવ લગ્ન કરશે ત્યારે આ બન્ને માયા અને તેય સાથે સંબંધ છુટી જશે. •
પ્રથમ ત્રાજુતા કન્યા અત્યંત સરળ સ્વભાવની છે, સાધુ જીવન ગાળનારી છે અને સર્વ જીવોને સુખ આપનારી છે. સત્ પુરૂષે તેને સારી રીતે ઓળખે છે. બીજી કન્યા અચૌર્યતા છે તેને કેઈ પણ પ્રકારની સ્પૃહા નથી, સારા પુરૂષને તે હાલી લાગે છે, સર્વ પ્રકારે સુંદર અને નિર્ભય છે. ચેરી ન કરનાર સદા નિર્ભય હોય છે. જ્યારે તમારા મિત્ર વામદેવ આ ભાગ્યશાળી કન્યાઓ સાથે લગ્ન કરશે તેને પિતાના હૃદયમાં સ્થાપન કરશે ત્યારે આ કપટ