________________
પ્રકરણ ૫ મું.
સદાગમને ઝખ વિજય. સંસારી જીવ અનેક જન્મના અનુભવે સાથે લેતે લેત જન્મોજન્મમાં ભટકતાં વિશાળા નગરીમાં શ્રેષ્ટિની સુનંદા સ્ત્રીની કક્ષામાં પુત્રપણે આવ્યા. પુત્ર જન્મની વધામણું મળવાથી શેઠે મોટો ઓચ્છવ કરી પુત્રનું ધનાનંદ નામ પાડ્યું. પણ મોટો થતાં તેના ગુણ પ્રમાણે લેકમાં ભેજનાનંદ નામથી પ્રસિદ્ધ થયે. ભવજંતુ જ્યારે જ્યારે મનુષ્ય જીવનમાં આવતા ત્યારે ત્યારે મહામે હાદિ તેના તરફ બહુ કાળજી ભરી નજર રાખતા, કેમકે તેઓ જાણતા હતા કે ભવજંતુને આગળ વધવાનો માર્ગ મનુષ્ય જીવન સિવાય બીજો નથી. એટલે મનુષ્ય જન્મમાં આવ્યું જાણુતાંજ કઈને કઈ પિતાના સમુદાયના માણસને તેઓ તેની સાથે જોડી દેતા હતા અને તે દેષને લીધે તેને આગળ વધવાને માર્ગ બંધ થઈ જતો હતો.
આ વખતે મહામહે સભામાં જણાવ્યું કે આ ધનાનંદને આપણા દુશ્મનોથી અજાણ રાખવાને અને આગળ વધતાં અટકાવવાને કેને મોકલવાની જરૂર છે? વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું કે મહારાજા ! આપણે એક એક બાળક, સુભટ જે બળવાન છે તેથી આ એક સંસારી જીવને તે શું ! પણ આખા વિશ્વને વશ કરવાને સમર્થ